એવું તે શું થયું કે BRTS બસ ભડ ભડ સળગી ઉઠી
લો ગાર્ડન વિસ્તારમાં બીઆરટીએસ બસમાં આગ-શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું ફાયર વિભાગનું અનુમાન
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં બીઆરટીએસ બસમાં આગ લાગ્યાનો બનાવ બન્યો છે. આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવ લો ગાર્ડન ખાતે બન્યો હતો. બીઆરટીએસ બસમાં આગ લાગવાને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
આગની ઘટના બાદ ઘટનાસ્થળ ખાતે લોકોને ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. આ અંગેની તસવીરો સામે આવી છે તે ખરેખર ડરાવનારી છે. જાેકે આગને પગલે જાનહાનીના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી.બીઆરટીએસ બસ ભડભડ સળગી રહી છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના લો ગાર્ડન બીઆરટીએસ બસ સ્ટેન્ડ થી એલિસબ્રિજ ગુજરાત કોલેજ જવાના રોડ એક બસમાં આગ લાગી ગઈ હતી. શરૂઆતમાં એન્જિનમાંથી ધૂમાડો બહાર નીકળવા લાગ્યો હતો. સમયસૂચકતા વાપરીને ડ્રાઇવરે તમામ મુસાફરોને નીચે ઉતારી દીધા હતા.
જાેકે જાેત જાેતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. આગ લાગી તે પહેલા બસમાં જેટલા મુસાફરો સવાર હતા તે તમામને સલામત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.
Lawgarden to Gujarat collage Road BRTS pic.twitter.com/uVdPhOL55l
— Gujarat Tak (@GujaratTak) December 31, 2022
સમગ્ર ઘટના અંગે અમદાવાદ ફાયર વિભાગને જાણ થતાની સાથે જ ફાયરની ૪ થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તો બીજી તરફ ફાયરના ચીફ ઓફિસર પણ ઘટનાની ગંભીરતા સમજીને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગ દ્વારા બસ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું ફાયર વિભાગનું અનુમાન છે. આગની સમગ્ર ઘટનામાં બસ બળીને ખાખ થઇ ગઈ હતી. જાેકે અમદાવાદમાં દોડતી બીઆરટીએસ બસમાં એક જ મહિનામાં આગ લાગવાનો આ બીજાે બનાવ બન્યો છે. અગાઉ મણીનગરમાં અચાનક બીઆરટીએસ બસમાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યાર બાદ વધુ એક ઘટના લો ગાર્ડન વિસ્તારમાં બની છે.