Western Times News

Gujarati News

BRTS બસના મુસાફરોને માટે બસ સ્ટેન્ડ ORSની સુવિધા

પ્રતિકાત્મક

સુરતમાં BRTS બસ સ્ટેન્ડ પર પાલિકા ઓ.આર.એસ. અને પાણીની સુવિધા ઉભી કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે

સુરત, સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી આકાશમાંથી આગ વરસતી હોય તેવી ગરમી પડી રહી છે. આ ગરમીના કારણે શહેરીજનોની હાલત કફોડી થઈ રહી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં ગરમી વધે તેવી હવામાન ખાતાની આગાહી હોવાથી સુરત પાલિકાએ પાલિકાની બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા મુસાફરોને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર પાલિકા ઓ.આર.એસ. અને પાણીની સુવિધા ઉભી કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે.

સુરતમાં આકાશમાંથી આગ વરસતી ગરમીથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે અને ગરમીનું પ્રમાણ વધુ હોય કામ વિના લોકોને બહાર ન નીકળવા માટે પાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામા આવી છે. પરંતુ નોકરી ધંધા કે અન્ય કામ માટે લોકોએ બહાર જવું પડે અને પાલિકાની બસ સેવાનો ઉપયોગ કરવામાં આવે છે. આવા સમયે પાલિકાની બસના મુસાફરોને ગરમીથી બચાવવા પાલિકાના બસ સ્ટેન્ડ પરૅઇજી ની સુવિધા ઉભી કરવામાં આવી છે.

આકાશમાંથી આકરી ગરમી વધી રહી છે ત્યારે બસમાં મુસાફરી કરનારા મુસાફરોને હિટ સ્ટ્રોક તેમજ ડિહાઇડ્રેશનની ભીતિ રહેલી છે. આવા સમયે ઉધનામાં આવેલા ૨૦ બસ સ્ટેન્ડ પર પાણી અને ઓઆરએસની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

આ દરેક બસ સ્ટેન્ડ પર ઓઆરએસના પેકેટ તથા ઠંડા પાણીના કુલર મુકવામાં આવ્યા છે. આ બસ સ્ટેન્ડ પર હાજર કર્મચારીઓ મુસાફરોને તેમજ બસ સ્ટેન્ડ પરથી અવાર જવર કરતા લોકોને ઠંડુ પાણી આપી રહ્યાં છે. સાથે સાથે મુસાફરોને ગરમીથી બચવા માટે ક્્યા પ્રકારની તકેદારી રાખવી તે માટે સમજણ પણ આપી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.