BSAએ ભારતમાં ગોલ્ડ સ્ટાર 650 મોટરસાઇકલ લોન્ચ કરી
મહત્વની બાબતોઃ
· બીએસએ ગોલ્ડ સ્ટાર આધુનિક એન્જિનિયરિંગ સાથે ટાઇમલેસ ક્લાસિક ડિઝાઇનનું મિશ્રણ કરે છે, જે ભારતમાં રૂ. 2.99 લાખની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી છે (એક્સ-શોરૂમ દિલ્હી).
· ભારતની સૌથી મોટી સિંગલ: 652સીસી લિક્વિડ-કૂલ્ડ, સેગમેન્ટ-લીડિંગ 55 Nm ટોર્ક સાથે
· ગ્લોબલ પ્રીમિયમ કમ્પોનેન્ટ્સ: બ્રેમ્બો બ્રેક્સ, ડ્યુઅલ-ચેનલ એબીએસ, એક્સેલ રિમ્સ, પિરેલી ટાયર અને લાફ્રાન્સ દ્વારા ગોલ્ડ સ્ટાર ઇન્સિગ્નિયા
· રાષ્ટ્રવ્યાપી સપોર્ટ: સમગ્ર ભારતમાં ડીલરશીપ અને સર્વિસ સેન્ટર્સનું વ્યાપક નેટવર્ક.
મુંબઈ, 16 ઓગસ્ટ, 2024 – ભારતના 78મા સ્વતંત્રતા દિવસે ક્લાસિક લિજેન્ડ્સ સૌથી મોટી મોટરસાઇકલ બ્રાન્ડ્સ પૈકીની એક બીએસએને ભારતમાં લોન્ચ કરવાની જાહેરાત કરે છે. એક સમયે વિશ્વની સૌથી મોટી મોટરસાઇકલ ઉત્પાદક અને બ્રિટિશ ઔદ્યોગિક વારસાનો આધારસ્તંભ રહેલી બર્મિંગહામ સ્મોલ આર્મ્સ કંપની (બીએસએ)એ 1861માં તેની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી મોટા પ્રમાણમાં ચાહકો ધરાવે છે.
બીએસએ એ બ્રિટિશ મોટરસાઇકલ એન્જિનિયરિંગના ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ એવી આઇકોનિક ગોલ્ડ સ્ટાર સાથે ભારતમાં પ્રવેશ કર્યો છે. બીએસએ ગોલ્ડ સ્ટાર 650, જેણે 2021માં યુકેમાં આઇકોનિક પુનરાગમન કર્યું હતું, ત્યારથી તેને યુરોપ, તુર્કી, ન્યુઝીલેન્ડ અને ફિલિપાઇન્સમાં સફળતા મળી છે. હવે તે ભારતીય મોટરસાઇકલના શોખીનોને મોહિત કરવા માટે તૈયાર છે. બીએસએ ટૂંક સમયમાં યુએસ, ઓસ્ટ્રેલિયા અને જાપાનમાં પણ પ્રવેશ કરશે.
આ પ્રસંગે મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન શ્રી આનંદ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે, “બીએસએને ભારતમાં લાવવી એ વિશ્વના મોટરસાયકલ ઇતિહાસનો એક ભાગ ભારત સાથે શેર કરવા વિશે છે. યુદ્ધના જોશમાં બનેલી બ્રાન્ડ બીએસએની મજબૂત ભાવના નવી ગોલ્ડ સ્ટારમાં સમાયેલી છે અને મને આશા છે કે તમને બધાને તેનો અનુભવ કરવાની તક મળશે.”
ક્લાસિક લિજેન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડના સહ-સ્થાપક અનુપમ થરેજાએ જણાવ્યું હતું કે “બીએસએ ગોલ્ડ સ્ટાર મોટરસાઇકલ શ્રેષ્ઠતાના સારને મૂર્ત બનાવે છે. ટાંકીના સુંદર આકારથી માંડીને એન્જિનના મોટા સિંગલ કેરેક્ટર સુધીની દરેક વિગતને બીએસએના સુવર્ણ યુગની ભાવના રજૂ કરતી હોય તે પ્રકારે ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવી છે. સાથેસાથે તે એક ગ્લોબલ બ્રાન્ડની વ્યાખ્યા કરતું પર્ફોર્મન્સ, વિશ્વસનીયતા અને નવીનતા પ્રદાન કરે છે. તે વિશ્વભરમાં પેઢીઓથી ગોલ્ડ સ્ટાન્ડર્ડ નિર્ધારિત કરનારા વર્ષોના વારસાને પુનઃજીવિત કરે તે માટે અમે દિલથી પ્રયાસો કર્યા છે.”
ધ ગોલ્ડ સ્ટારઃ ઈન્ડિયાઝ મોસ્ટ એલિજિબલ સિંગલ · બીએસએ ગોલ્ડ સ્ટારની મુખ્ય વિશેષતાઓમાં નીચે મુજબ છે:
· ભારતનું સૌથી મોટું સિંગલ સિલિન્ડર: લિક્વિડ-કૂલ્ડ, 652સીસી એન્જિન
· સેગમેન્ટ-અગ્રણી 55Nm અને 45.6PS, જે ગોલ્ડ સ્ટારના છાજે તેવું પર્ફોર્મન્સ આપે છે
· શ્રેષ્ઠ કમ્પોનેન્ટ્સ: ડ્યુઅલ ચેનલ એબીએસ, એલ્યુમિનિયમ એક્સેલ રિમ્સ અને પિરેલી ટાયર સાથે બ્રેમ્બો બ્રેક્સ
· ક્લાસિક બ્રિટિશ સ્ટાઇલિંગ જેની સાથે છે આધુનિક સુવિધાઓ અને ડિજિટલ-એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટેશન
· સિલ્વર શીનમાં લેગસી એડિશન સહિત છ અદભૂત રંગના વિકલ્પો
ગોલ્ડ સ્ટાર એ ભારતમાં બીએસએનો પ્રવેશ છે, એક એવું નામ જે વિશ્વભરમાં મોટરસાઇકલના શોખીનોને સાથે જોડે છે. 1938માં બ્રિટનમાં બનેલી મૂળ ગોલ્ડ સ્ટારે અસંખ્ય સ્પીડ રેકોર્ડ બનાવ્યા અને રેસિંગ સર્કિટ પર પ્રભુત્વ મેળવ્યું છે, જે તેના સમયની પરફોર્મન્સ મોટરસાઇકલ માટે ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ બની ગયું છે.
મોર્ડન ક્લાસિક અને ડિઝાઇન આઈકોન એવી નવી બીએસએ ગોલ્ડ સ્ટાર તેની ભવ્યતા પુનઃપ્રાપ્ત કરવા માટે પુનરાગમન કરી રહી છે. તે રેડલાઇન સ્ટુડિયો દ્વારા બ્રિટિશ ડિઝાઇન અને રિકાર્ડો દ્વારા એન્જિનિયરિંગ સાથે ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવી છે, જે ટેકનિકલ યુનિવર્સિટી ઓફ ગ્રાઝની એન્જિન કુશળતા દ્વારા પૂરક છે. આ સહયોગ વૈશ્વિક ટેકનિકલ શ્રેષ્ઠતા સાથે બ્રિટિશ એન્જિનિયરિંગ વારસાનું મિશ્રણ કરે છે.
બીએસએ ગોલ્ડ સ્ટાર બ્રિટિશ એન્જિનિયરિંગના શિખરનું ઉદાહરણ આપે છે અને ક્લાસિક ડિઝાઇનને આધુનિક સુવિધાઓ સાથે એકીકૃત રીતે મર્જ કરે છે. 12V સોકેટ અને યુએસબી ચાર્જિંગ પોર્ટથી સજ્જ, તે સુનિશ્ચિત કરે છે કે રાઇડર્સ લાંબી મુસાફરી દરમિયાન કનેક્ટેડ રહે. બાઇકની રાઇડર-કેન્દ્રિત ડિઝાઇનમાં વ્યક્તિગત આરામ માટે સરળતાથી એડજસ્ટેબલ રીઅર શોક્સનો સમાવેશ કરાયો છે. તેની બિલ્ડ ગુણવત્તા અને દરેક વિગત પર ઝીણવટભર્યું ધ્યાન બીએસએની બ્રિટિશ કારીગરી અને શ્રેષ્ઠતા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જે ગોલ્ડ સ્ટારને બીએસએના ઉચ્ચ વારસાનું સાચું પ્રતિનિધિત્વ કરે છે.
બીએસએ ભારતીય ગ્રાહકો માટે અસાધારણ સમર્થન સુનિશ્ચિત કરીને ડીલરશીપ અને સર્વિસ સેન્ટર્સનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક બનાવવાની યોજના ધરાવે છે. કંપની તેના બ્રિટિશ કેરેક્ટરને જાળવી રાખીને ભારતમાં તેની રેન્જને વિસ્તૃત કરવાની યોજના સાથે મોટરસાઇકલ ડિઝાઇન અને ટેકનોલોજીમાં સતત નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારતીય ઈજનેરી પ્રતિભા સાથે સહયોગ કરીને, બીએસએનો ઉદ્દેશ્ય બ્રિટિશ પરંપરાને સ્થાનિક નિપુણતા સાથે મિશ્રિત કરવાનો છે, જે ભારતીય બજાર માટેઅનુરૂપ અનન્ય ફ્યુઝન બનાવે છે.
બીએસએ ગોલ્ડ સ્ટાર 15 ઓગસ્ટ, 2024થી ભારતભરમાં પસંદગીના ડીલરશીપ પર ઉપલબ્ધ થશે, જેની કિંમત રૂ. 2.99 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થશે.