BSE ૧૪૯માં સ્થાપના દિનની ઉજવણી કરે છે, નવા લોગોનું અનાવરણ
મુંબઈ, બીએસઈ, એશીયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ, તેની ૧૪૯માં સ્થાપના દિનની ઉજવણી કરે છે અને આવતા વર્ષે દોઠ સદી સુધી પહોંચવાના સીમાચિન્હ્ સમાન માઈલસ્ટોન સુધી પહોંચશે.
સ્થાપના દિવસની ઉજવણી આજે બેએસઈ આંતરરાષ્ટ્રીય કન્વેન્શન હોલ ખાતે યોજવામાં આવી હતી. ઉજવણીની શરૂઆત પારંપરીક ઘંટ વગાડીને કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે, ૧૫૦મા સ્થાપના દિનની પૂર્વોત્તર તૈયારી તરીકે, બીએસઈએ તેના નવા લોગોનું અનાવરણ કર્યું હતું.
નવો લોગો સમૃદ્ધિ, વાઈબ્રન્સ, વૃદ્ધિ અને નવી શરૂઆતની સાથોસાથ સતત વિશ્વાસ અને વધારાની જવાબદારીઓને પ્રદર્શિત કરે છે. નવા લોગોની રજૂઆત શ્રી એસ.એસ. મુદ્રા, ચેરમેન – બીએસઈ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે બીએસઈ અને આઈસીસીએલના બોર્ડ અને કમીટીના સભ્યો હાજર રહ્યાં હતાં.
શ્રી એસ.એસ.મુદ્રા, ચેરમેનએ બીએસઈના સંસ્થાપકો જેઓએ આવી મજબુત સંસ્થાની સ્થાપનાના પાયા નાંખ્યા હતાં તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. તેમને પૂર્વ અને હાલના સંચાલકો, ડાયરેકટર્સ, અગાઉના પદાધિકારીઓ અને બીએસઈના કર્મચારીઓનો ૧૫૦ વર્ષ સુઘી મશાલને પ્રજવલીત રાખવામાં મહત્વનો ફાળો આપવા બદલ યાદ કર્યાં હતાં. શ્રી મુંદ્રાએ જણાવ્યું હતું કે બીએસઈ ચપળતા, નવીનતા, નવું શીખીને અને જાણીને સફર દિવસે ને દિવસે મજબુત બનવવાનું ચાલુ રાખે છે
આ પ્રસંગ વિશે જણાવતા, શ્રી સુંદરરામન રામામૂર્તિ, એમડી અને સીઇઓ, ભારતીય મૂડી બજારની સાથે સહિતના બીએસઈ સાથેના મજબૂત એસોશિયેશનને યાદ કરતા કહે છે કે, લગભગ 150 વર્ષથી મૂડીના લોકશાહીકરણમાં, વાઇબ્રન્ટ સેકન્ડરી માર્કેટ વગેરેમાં કોર્પોરેટ દ્વારા ભંડોળ ઉભું કરવામાં બીએસઈએ મુખ્ય ભૂમિકા ભજવી છે.
શ્રી રામામૂર્તિએ પણ જણાવે છે કે, નવો લોગોએ વાઇબ્રન્સને પ્રતિબિંબિત કરે છે, જેમાં અમે રંગોનો ઉપયોગ અને પંચ ભૂત એટલે કે, પ્રકૃતિના પાંચ તત્વો આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વીની વચ્ચેના સંયોજન અને ફેલાવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ઘેરો બ્લૂ રંગ દરિયા અને આકાશને રજૂ કરે છે, જે જ્ઞાન, પ્રમાણિક્તા અને વિશ્વાસનિયતા છે, જે 149 વર્ષોથી બીએસઇએ ઉભી કરી છે. ઘેરા લાલથી લઇને ઘેરો પિળો રંગ જે અગ્નિનો છે, તે પોતાની જાતને એક ચળકતા રંગમાં ફેરવે છે, જે આગામી વર્ષોમાં બીએસઈ દ્વારા તેના કર્મચારીઓની સાથે મળીને આગળ વધારતું સુંદર ભવિષ્ય છે.
દિવો પણ એક ટોર્ચ છે, જે બીએસઈના કર્મચારીઓ પાસે છે, જેનાથી તેઓ સામે પ્રકાશમાં મૂડી બજારના આગળના વિકાસને દર્શાવે છે.
બીએસઇએ રોકાણકારોને માહિતગાર કરતી 4 નવી શોર્ટ ફિલ્મો પણ રજૂ કરી છે, જે દર્શાવે છે કે, રોકાણકારોની જાગૃતતા વધારવા માટે ફેરફારોની અપેક્ષા પણ રાખી શકાય છે.