બીએસએફે સરહદ પર ઉડતું ડ્રોન પકડી પાડ્યું
ફિરોઝપુર, પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી બાઝ આવતુ નથી. આતંકવાદને કારણે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામી થઈ રહી છે તેમ છતાં તેમાં સુધારો થઈ રહ્યો નથી. ત્યારે હવે ફરી એકવાર સરહદ પારથી ઉડતું ડ્રોન ભારતમાં આવ્યું, જેને ભારતીય સુરક્ષા દળોએ પકડી પાડ્યું છે. આ ડ્રોનમાંથી ખતરનાક હથિયારો પણ મળી આવ્યા છે.
પાકિસ્તાન ક્યારેક સરહદેથી આતંકવાદીઓને ઘુસાડવાની કોશિશ કરે છે તો ક્યારેક ડ્રોન દ્વારા હથિયાર અને ડ્રગ્સની સપ્લાય કરે છે, આ કારણે જ ભારતીય સેનાના જવાનો પાકિસ્તાનની હરકતો પર ચાંપતી નજર રાખે છે ત્યારે આજે પાકિસ્તાન તરફથી આવેલું ડ્રોન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પંજાબના નજીક ફિરોઝપુર જિલ્લામાં પડ્યું હતું. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)એ આ પાકિસ્તાની ડ્રોનને સમયસર કબજે કરી છે.
બીએસએફના અધિકારીના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા પાકિસ્તાની ડ્રોનમાંથી દારૂગોળાનો જથ્થો મળી આવ્યો છે. આ ડ્રોન સાથે બાંધેલા પેકેટો ખોલતા, એકે-૪૭ એસોલ્ટ રાઇફલ, ૨ એકે-૪૭ મૈગેઝિન, ૪૦ લાઈવ રાઉન્ડ (૭.૬૨ એમએમ) અને ૪૦,૦૦૦ રૂપિયા મળી આવ્યા હતા. બીએસએફના જવાનોએ ડ્રોનની સાથે તમામ વસ્તુઓ કબજે કરી લીધી છે. આ ઉપરાંત પાકિસ્તાને આ હથિયારો કોના માટે મોકલ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. SS2SS