મણિપુરમાં આતંકીઓ સાથેની અથડામણમાં BSFનો જવાન શહીદ
(એજન્સી)ઈમ્ફાલ, મણિપુરમાં છેલ્લા એક મહિનાથી હિંસાની સ્થિતિ યથાવત્ છે. અહીં શંકાસ્પદ ઉગ્રવાદીઓ સાથે થયેલી અથડામણમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ)નો એક જવાન અને અસમ રાઈફલ્સના બે જવાનો ઈજાગ્રસ્ત થયા છે.
કાકચિંગ જિલ્લાના સેરૌમાં ગત રાત્રે તપાસ અભિયાન દરમિયાન શંકાસ્પદ આતંકવાદીઓ અને સુરક્ષા દળના જવાનો વચ્ચે ફાયરિંગ થયું હતું. ફાયરિંગની ઘટનામાં બીએસએફ જવાન રણજીત યાદવ શહિદ થયા હતા. સંરક્ષણ સૂત્રઓએ જણાવ્યું કે, અસમ રાઈફલ્સના ઈજાગ્રસ્ત જાવનોને ઈમઅફાલના મંત્રીપુખરી લઈ જવાયા છે. BSF jawan martyred in clash with terrorists in Manipur
પ્રારંભિક તપાસ દરમિયાન સેરૌમાંથી બે એકે રાઈફલ, એક ૫૧ મિમી મોર્ટાર, બે કાર્બાઈડ, મોટી સંખ્યામાં શસ્ત્રો અને દારૂગોળો તેમજ યુદ્ધનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.સૂત્રોએ જણાવ્યું કે, અસમ રાઈફલ્સ, બીએસએફ અને મણિપુલ પોલીસ દ્વારા સુગનુ અને સેરોઉ વિસ્તારમાં વ્યાપક અભિયાન ચલાવાયું.
આ દરમિયાન સુરક્ષા દળના જવાનો અને વિદ્રોહિઓ વચ્ચે આખી રાત ફાયરિંગ થતું રહ્યું. બીએસએફના જવાનોએ પણ ફાયરિંગનો જડબાતોડ જવાબ અપાયો હતો.