Western Times News

Gujarati News

ગુજરાતની તમામ બૉર્ડર પર હાઇઍલર્ટ: BSF સતર્ક

પ્રતિકાત્મક

(એજન્સી)ગાંધીનગર, ૨૬મી જાન્યુઆરીના પગલે કચ્છ સરહદે BSF હાઈએલર્ટ પર છે. ૨૮મી તારીખ સુધી સરક્રીકથી રાજસ્થાનના બાડમેર સુધી ઓપ્સ એલર્ટ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્રીક અને હરામી નાળામાં વિશેષ અભિયાન ચલાવાશે.

આગામી પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને, બીએસએફ ગુજરાત દ્વારા ૨૧ જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદે સિરક્રીકથી ગુજરાતના કચ્છના રણ અને રાજસ્થાન-બાડમેર જિલ્લામાં સાત દિવસીય ‘ઓપ્સ એલર્ટ’ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન રાષ્ટ્રવિરોધી તત્વોની કોઈપણ નાપાક યોજનાને નિષ્ફળ બનાવવા માટે ‘ઓપ્સ એલર્ટ’ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ કવાયત દરમિયાન આંતરરાષ્ટ્રીય સરહદ સાથેના વિસ્તારોમાં તેમજ ક્રીક અને હરામી નાળામાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત, વિવિધ ઓપરેશનલ પ્રક્રિયાઓની સચોટતા અને માન્યતાની ચકાસણી તેમજ સરહદી લોકો સાથેના સમાધાન કાર્યક્રમો આ સમયગાળા દરમિયાન હાથ ધરવામાં આવશે. ૨૬મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હંમેશા આતંકવાદી પ્રવૃત્તિઓનો ખતરો તોળાતો રહેતો હોય છે.

ત્યારે દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને આતંકી પ્રવૃત્તિઓને રોકવા પોલીસ તંત્ર એલર્ટ રહેતું હોય છે. ત્યારે આજથી ૩૦ જાન્યુઆરી સુધી અમદાવાદ એરપોર્ટને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યું છે. ૨૬ જાન્યુઆરીને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટને ૩૦મી સુધી હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર આવનાર મુસાફરોનું બે વખત ચેકિંગ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.