સાંબામાં શહીદ જવાનોના નામ પર ચોકી બનશેઃ એક પોસ્ટનું નામ સિંદૂર હશે

(એજન્સી)સાંબા, બોર્ડર સિક્્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફના અધિકારીઓએ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. દરમિયાન, બીએસએફ આઈજી જમ્મુ શશાંક આનંદે જણાવ્યું હતું કે, “અમને આતંકવાદીઓ તેમના લોન્ચપેડ અને કેમ્પમાં પાછા ફરવા અને એલઓસી અને આઈબી પર સંભવિત ઘૂસણખોરી વિશે ઘણી માહિતી મળી રહી છે.
સુરક્ષા દળોએ સતર્ક રહેવું પડશે.” ઓપરેશન સિંદૂર વિશે બોલતા, બીએસએફ આઈજી જમ્મુ શશાંક આનંદે જણાવ્યું હતું કે, “ઓપરેશન સિંદૂર દરમિયાન, બીએસએફ મહિલા જવાનોએ ફોરવર્ડ ડ્યુટી પોસ્ટ્સ પર લડાઈ લડી હતી.
અમારી બહાદુર મહિલા જવાનો, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ નેહા ભંડારીએ ફોરવર્ડ પોસ્ટનું નેતૃત્વ કર્યું હતું. ઓપરેશન સિંદૂર બાદ બીએસએફ અધિકારીઓની પ્રેસ કોન્ફરન્સ તેમણે કહ્યું કે પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલા અને બીએસએફ ચોકીઓ પર ગોળીબારમાં
અમે બીએસએફ સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇÂમ્તયાઝ, કોન્સ્ટેબલ દીપક કુમાર અને ભારતીય સેનાના નાયક સુનિલ કુમારને ગુમાવ્યા. અમે અમારી બે પોસ્ટનું નામ અમારા ગુમાવેલા કર્મચારીઓના નામ પર અને એક પોસ્ટનું નામ ‘સિંદૂર’ રાખવાનો પ્રસ્તાવ મૂકીએ છીએ.