BSNL દ્વારા ફ્રી અમેઝોન પ્રાઇમ અને 25% સુધીનું કેશબેક ઓફર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/bsnl.jpg)
ગ્રાહકોના અભૂતપૂર્વ પ્રતિસાદનું સન્માન કરતાં BSNL દ્વારા ફ્રી અમેઝોન પ્રાઇમ પેક ની સાથે 25% સુધીની રકમનું કેશબેક વાર્ષિક પેમેંટ ઓપ્શન પર આપવાનું શરૂ કરેલ છે. આ સ્કીમ અંતર્ગત રૂ. 399 કે તેથી વધારે ના માસિક ભાડા વાળા નવા તથા વર્તમાન બ્રોડબૈંડ ગ્રાહકોને અમેઝોન પ્રાઇમ પેક બિલકુલ ફ્રી અને સાથે 25% સુધીની રકમ નું કેશબેક, વાર્ષિક પેમેંટ ઓપ્શન પર આપવામાં આવી રહ્યું છે.
નવા તથા વર્તમાન લેન્ડલાઇન ગ્રાહકો અને રૂ. 399 થી ઓછા માસિક ભાડા વાળા બ્રોડબૈંડ ગ્રાહકો ને 15% સુધીની રકમ નું કેશબેક, વાર્ષિક પેમેંટ ઓપ્શન પર આપવામાં આવી રહ્યું છે. કેશબેક ની રકમ ગ્રાહક ના BSNL ખાતા માં જમા થશે જે લાગુ પડતાં નંબર માટે ભવિષ્યમાં BSNL ને ભૂગતાન કરવાના હેતુ માટે વાપરી શકાશે. આ કેશબેક જીએસટી સિવાય ની રકમ પર લાગુ રહેશે. આ સ્કીમ ટુંકા સમયગાળા માટે એટલેકે તારીખ 31.10.2019 સુધી માં જોડાયેલા ગ્રાહકો ને લાગુ થશે. SMS દ્વારા નવા કનેક્શન ની નોધણી કરાવવા BB*STD Code લખી 9400054141 પર SMS મોકલવો.