બસપા ચીફની હત્યાઃ છરી વડે તીક્ષ્ણ હુમલો, આઠ આરોપીઓની ધરપકડ
તમિલનાડુ, બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આર્મસ્ટ્રોંગની શુક્રવારે (૫ જુલાઈ) સાંજે તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી હતી. ત્રણ બાઇક પર સવાર થયેલા હત્યારાઓએ આર્મસ્ટ્રોંગ પર છરી વડે હુમલો કર્યાે હતો અને ગુનો કર્યા બાદ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. આ હાઈપ્રોફાઈલ હત્યા બાદ સક્રિય બનેલી ચેન્નઈ પોલીસે અત્યાર સુધીમાં ૮ આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓની ધરપકડ બાદ મોટો ખુલાસો થયો છે, ધરપકડ કરાયેલા તમામ આરોપીઓનું આર્કાેટ સુરેશ ગેંગ સાથે કનેક્શન હોવાનું કહેવાય છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બીએસપીના પ્રદેશ અધ્યક્ષ આર્મસ્ટ્રોંગની હત્યાની પ્રારંભિક તપાસમાં કેટલાક તથ્યો સામે આવ્યા છે.
આ હત્યા જૂની અદાવત અને બદલાની ભાવનાથી લાગી રહી છે. ખરેખર, ગયા વર્ષે ચેન્નાઈમાં આર્કાેટ સુરેશ નામના હિસ્ટ્રીશીટરની હત્યા કરવામાં આવી હતી. આર્મસ્ટ્રોંગની હત્યાના સંબંધમાં અત્યાર સુધીમાં પકડાયેલા આઠ આરોપીઓ આર્કાેટ સુરેશના સંબંધીઓ છે અથવા તો ગેંગના સભ્યો છે.
તેમાંથી એક પોન્નાઈ બાલા, જે હાલમાં કસ્ટડીમાં છે, તે આર્કાેટ સુરેશનો ભાઈ છે.ચેન્નાઈ ઉત્તરના અધિક પોલીસ અધિક્ષક અસર ગર્ગે એજન્સીને જણાવ્યું કે તપાસ માટે દસ ટીમો બનાવવામાં આવી છે. ગુનેગારોને પ્રકાશમાં લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આરોપીની પૂછપરછ બાદ હત્યા પાછળનો હેતુ જાણી શકાશે. હત્યામાં તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં ૫ જૂને સાંજે ૭ વાગ્યે બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ૪૭ વર્ષીય આર્મસ્ટ્રોંગ પેરામ્બુર વિસ્તારમાં પોતાના નવા બનેલા ઘર પાસે એક મિત્ર સાથે વાત કરી રહ્યા હતા.
દરમિયાન, સાંજે લગભગ ૭ વાગ્યે, હથિયારોથી સજ્જ ત્રણ બાઇક પર સવાર બદમાશોએ આર્મસ્ટ્રોંગ પર હુમલો કર્યાે.જ્યાં આર્મસ્ટ્રોંગની હત્યા કરવામાં આવી હતી ત્યાંથી એક મોટી છરી મળી આવી હતી. આર્મસ્ટ્રોંગને ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. તપાસમાં સામેલ એક વરિષ્ઠ અધિકારીએ આજ તકને જણાવ્યું કે ૬માંથી ૪ લોકોએ ફૂડ ડિલિવરી કંપનીના ટી-શર્ટ પહેર્યા હતા.SS1MS