BTPના મહેશ વસાવાએ અપક્ષ ઉમેદવાર છોટુ વસાવાને સમર્થન જાહેર કર્યુ

ભરૂચ, ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થતાની સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો હતો. જેમા એક જ પરીવારા લોકો પણ સામ સામે આવી ગયા હતા. જેમા સૌથી વિવાદાસ્પદ ઝઘડિયાની બેઠક રહી હતી. જેમા પિતા પુત્ર સામ સામે આવી ગયા હતા. ત્યાં સુધી રાજકીય ડ્રામા જાેવા મળ્યો હતો. કે, મહેસ વસાવાએ પતાના પિતાને જ પાર્ટીમાથી બહારનો દરવાડો દેખાડી દિધો હતો. ત્યારે બીજા તબક્કાના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે બીટીપીના મહેસા વસાવાને પિતા સામે જુકવુ પડ્યુ હતુ.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા બેઠક પર છોટુ વસાવાએ વર્ષોતી લડતા આવ્યા છે તે બેઠક પર આ વખતે મહેશ વસાવાએ ઉમેદવારી નોધવાતા પિતા પુત્ર સામ સામે આવી ગયા હતા. છોટુ વસાવા અને મહેશ વસાવા વચ્ચે જેડીયુ સાથે ગઠબંધનને લઇને બીટીપી સાથે ગઠબંધન કરવા આગ્હહ રાખવામાં આવ્યો હતો.
પરંતુ મહેશ વસાવાએ તેમ કરવાન ઇન્કાર કરી દિધો હતો. બીટીપીએ છોટુ વસાવાની જગ્યાએ મહેશ વસાવાને ઝઘડીયા બેઠક પરથી મહેશ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરવામા આવ્યા હતા. તેની સામે છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોધાવી હતી.
ઉમેદવારીપત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે બીટીપીના ઉમેદવાર મહેશ વસાવાએ તેમનું ઉમેદવારી પત્ર પરત ખેચી લીધુ હતુ. અને પોતાના પિતા છોટુ વસાવાને સમર્થન જાહેર કરી દિધુ હતી.HS1MS