ઠંડીમાં પાણી ગરમ કરવા હીટર વાપરતાં પહેલાં ચેતી જજો, આવું પણ થઈ શકે છે
આગમાં સ્માર્ટ ટીવી તથા અન્ય ઈલેક્ટ્રોનિક્સ આઈટમ બળીને સ્વાહા થઈ ગઈ હતીઃ પરિવારને મોટું નુકસાન
ગાંધીનગર, શિયાળાનો કહેર પોતાનો રેકોર્ડ તોડી રહ્યો છે. આ કારણે, રૂમ હીટર અથવા કોલ સ્ટવનો ઉપયોગ લગભગ તમામ ઘરોમાં સામાન્ય છે, પરંતુ જાે તેના ઉપયોગમાં કેટલીક સાવચેતી રાખવામાં ન આવે તો આગ ફાટી નીકળી શકે છે. આવુ જ ગાંધીનગરમાં એક ઘરમાં થયું.
ગાંધીનગરમાં હીટરના કારણે આખા ઘરમાં આગ લાગી હતી. પાણી ગરમ કર્યા બાદ અચાનક શોર્ટ સર્કિટમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર ઘરમાં આગની ચપેટમાં આવી જવા પામ્યું હતું.
ગાંધીનગરમાં હીટરને કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો. રાયસણ ખાતે ગુડાના મકાનોમાં બી બ્લોકમાં આવેલ ૩ નંબરના ઘરમાં આગ લાગી હતી. સંગીતાબેન જાદવનો ૧૭ વર્ષીય દીકરો પ્રિન્સ ઘરે એકલો હતો, તેણે ન્હાવા માટે હિટરમાં પાણી ગરમ કરવા મૂક્યુ હતું.
પાણી ગરમ થઈ ગયા બાદ તે ન્હાવા ગયો ત્યારે અચાનક શોર્ટસર્કિટ થયુ હતું. જેને કારણે મકાનમાં આગ પ્રસરી હતી. આ આગમાં આખુ ઘર લપેટાયુ હતું. આગમાં સ્માર્ટ ટીવી તથા ઘરની અન્ય ઈલેક્ટ્રોનિક્સ આઈટમ બળીને સ્વાહા થઈ ગઈ હતી. જાદવ પરિવારને મોટું નુકસાન થયુ હતું.
કડકડતી ઠંડી વચ્ચે જ્યારે નહાવાની વાત આવે છે ત્યારે લોકોનો આત્મા કંપી ઉઠે છે, સ્વાભાવિક છે કે શિયાળામાં ઠંડા પાણીથી નહાવું અશક્ય છે. આવી સ્થિતિમાં, કેટલાક લોકો ગેસ પર પાણી ગરમ કરે છે અથવા કેટલાક લોકો સળિયાનો ઉપયોગ કરે છે, જાે કે હવે મોટાભાગના લોકો ગીઝરને જ પ્રાધાન્ય આપે છે.
કેમ કે તે સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ તમારી થોડી બેદરકારીને લીધે ગીઝરનો ઉપયોગ તમારા માટે ભારે પડી શકે છે..એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યારે નહાતી વખતે ગીઝર ફાટ્યું હોય અને મૃત્યુ થયું હોય. આવું કેમ થાય છે, તે જાણવું જરૂરી છે.
ઈલેક્ટ્રિક ગીઝર દરેકના ઘરમાં જાેવા મળે છે. જાે આ ગીઝરને લાંબા સમય સુધી ચાલુ રાખવામાં આવે તો ગીઝર ગરમ થઈ જાય છે જેથી બ્લાસ્ટ થાય છે..જ્યારે ગીઝર ચાલુ હોય છે, ત્યારે તેના બોઈલર પર દબાણ આવે છે અને લીકેજની સમસ્યા થાય છે. દબાણ વધવાથી ગીઝર ફૂટી શકે છે.
જાે બોઈલર લીક થાય અથવા વિસ્ફોટ થાય, તો તમે વીજ કરંટના લીધે મૃત્યુ પામી શકો છો. ગીઝરને દર બે વર્ષે રીસ્કેલ કરવું જાેઈએ નહીંતર શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ વધી જાય છે.આ સિવાય મોટાભાગના ગીઝરમાં ઓટોમેટિક હીટ સેન્સર લગાવવામાં આવ્યા છે, જાે આ ઓટોમેટિક સેન્સર કામ કરવાનું બંધ કરી દે તો પણ ગીઝર બ્લાસ્ટ થવાની શક્યતા વધી જાય છે.