ભારતના વિકાસમાં વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયક્લિંગ ક્ષેત્ર મહત્વપૂર્ણઃ નેપ્રાના CEO સંદીપ પટેલ
ભારતને ટકાઉ વિકાસના માર્ગે આગળ વધવા માટે વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયક્લિંગ ક્ષેત્ર મહત્વપૂર્ણ છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે કેન્દ્રીય બજેટ 2024 તેને પ્રાથમિકતા ક્ષેત્ર તરીકે વર્ગીકૃત કરશે.
જેથી વેસ્ટ મેનેજમેન્ટ પીપીપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં સીએસઆર રોકાણને મંજૂરી મળે અને મજબૂત દેવાની ગેરંટી દ્વારા ક્રેડિટ સુલભતામાં વધારો કરીને તેને જરૂરી પ્રાથમિકતા આપશે. ખાનગી રોકાણને ઉત્તેજન આપવા અને પ્રોત્સાહિત કરવા માટે ઈપીઆર અને સસ્ટેનેબિલિટી બોન્ડના પ્રમોશન સહિત આઉટકમ-લિંક્ડ કરવેરા પ્રોત્સાહનો આપવા જરૂરી છે.
વધુમાં, વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયક્લિંગ પહેલ માટે સોશિયલ સ્ટોક એક્સચેન્જ પર એક સમર્પિત પ્લેટફોર્મ સ્થાપિત કરવાથી નોંધપાત્ર મૂડી મેળવી શકાય છે. આ પગલાં, સમર્પિત વાયબિલિટી ગેપ ફંડિંગ સાથે મળીને સમગ્ર ક્ષેત્રના વિકાસને ઉત્પ્રેરિત કરશે, એક સર્ક્યુલર ઇકોનોમીનું નિર્માણ કરશે અને ભારતના વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રવર્તતા મહત્વના પડકારોનું સમાધાન લાવશે.
સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપવા અને ભારતના વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે રહેલા પડકારોના સમાધાન માટે કેન્દ્રીય બજેટમાં વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયક્લિંગ ક્ષેત્રને પ્રાથમિકતા આપવી જોઈએ. તેની મૂડી સઘન પ્રકૃતિ અને નોંધપાત્ર શ્રમ જરૂરિયાતોને જોતાં, કાપડ ઉદ્યોગની જેમ આ ક્ષેત્રને નોંધપાત્ર રીતે નીતિઓ દ્વારા સમર્થન મળે તેની જરૂર છે.
સમર્પિત સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, પીએફ/ઈએસઆઈ રિએમ્બર્સમેન્ટ દ્વારા ફોર્મલાઇઝેશન માટે નાણાંકીય સહાય અને સફળ કાપડ ઉદ્યોગ નીતિઓના અનુસરણ જેવા પ્રોત્સાહનોનો અમલ કરીને વૃદ્ધિને વેગ આપી શકાય છે, રોજગારીની તકો ઊભી કરી શકાય છે અને ટકાઉ ભવિષ્ય તરફ ભારતના સંક્રમણને આગળ ધપાવી શકાય છે.
Budget expectation quote from Sandeep Patel, CEO, NEPRA
The waste management and recycling sector is critical for India’s sustainable growth trajectory. We anticipate the Union Budget 2024 will accord it the requisite priority by classifying it as a priority sector, allowing CSR investments in waste management PPPs infrastructure creation, and enhancing credit accessibility through robust debt guarantees. To stimulate and incentivise private investment, the introduction of outcome-linked tax incentives, including the promotion of EPR and sustainability bonds, is crucial. Further, establishing a dedicated platform on the Social Stock Exchange for waste management and recycling initiatives can unlock significant capital. These measures, coupled with a dedicated Viability Gap Funding, will catalyze the sector’s growth, create a circular economy, and address India’s pressing waste management challenges