Western Times News

Gujarati News

ગુજરાતમાં ભારે ટ્રાફિક ધરાવતા હાઈસ્પીડ કોરીડોરની કામગીરી માટે 937 કરોડની બજેટમાં જોગવાઈ

પ્રતિકાત્મક

૧૬ રસ્તાઓની વાઇડનીંગ અને મજબૂતીકરણની કામગીરી માટે 285 કરોડની જોગવાઇ -માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹૨૪૭૦૫ કરોડની બજેટમાં જોગવાઇ

ગાંધીનગર, રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આગામી સમયમાં જરૂરીયાત મુજબના તથા ભારે ટ્રાફીક ઘરાવતા રસ્તાઓને હાઇ સ્પીડ કોરીડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે ₹૫૦૦૦ કરોડની જોગવાઇ.  પ્રવાસન સ્થળોને જોડતા ૧૫૦ જેટલા રસ્તાઓને જરૂરીયાત અનુસાર પહોળા/રીસરફેસ કરવા માટે ₹૨૬૩૭ કરોડની જોગવાઇ.

ફાટક મુકત અભિયાન અંતર્ગત રેલ્વે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બાંધવાની કામગીરી અન્‍વયે ₹૧૬૫૯ કરોડના ખર્ચે કુલ ર૯ કામો પ્રગતિ હેઠળ. ભુજ-નખત્રાણા ચારમાર્ગીય હાઇસ્પીડ કોરીડોરની કામગીરી માટે ₹૯૩૭ કરોડની જોગવાઇ.

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કાની ૬૬૦ કિ.મી.ની કામગીરી માટે ₹૬૦૦ કરોડની જોગવાઇ. રાજ્યના ઔદ્યોગિક અને કવોરી વિસ્તારોને જોડતા કુલ ૬૩ રસ્તાઓની સુધારણા, મજબૂતીકરણની કામગીરી માટે ₹૫૨૮ કરોડની જોગવાઇ.

આ રસ્તાઓમાં અગત્યના ઐાદ્યોગિક વિસ્તારો જેમ કે અમદાવાદ, વટવા, સાણંદ, સાવલી, ભરૂચ, અંકલેશ્વર, વલસાડ-વાપી. કવોરીઓ જેવી કે સણવલ્‍લા, ટાંકલ, રાણકુવા, રૂમલા, કરંજવેરી, ભિલાડ-ધનોલી–ઝરોલી, સેવાલીયા, ટીમ્બા. નવા પુલો, જૂના પુલોના પુન:બાંધકામ, મજબૂતીકરણ, મરામત અને રેટ્રોફિટીંગની કામગીરી માટે ₹૩૮૫ કરોડની જોગવાઇ.

હવામાનમાં થતા પ્રતિકૂળ ફેરફારો સામે ટકી શકે તેવા સક્ષમ(કલાઈમેટ રેઝીલીયન્ટ) રસ્તાઓ અને પુલોના બાંધકામ માટે ₹૩૦૦ કરોડની જોગવાઇ. રાજ્યના કોર રોડ નેટવર્કના રસ્તાઓ ઉપર ટ્રાફિક ભારણ ઘટાડવા તેમાં સમાવિષ્ટ કુલ ૧૬ રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનીંગ અને મજબૂતીકરણની કામગીરી માટે ₹૨૮૫ કરોડની જોગવાઇ.

ભારે ટ્રાફિક ધરાવતા હાઈસ્પીડ કોરીડોર જેવા કે અમદાવાદથી ડાકોર, સુરતથી સચિન–નવસારી, વડોદરાથી એકતાનગર, રાજકોટથી ભાવનગર, મહેસાણાથી પાલનપુર અને અંકલેશ્વરથી રાજપીપળા માટે ₹૨૭૮ કરોડની જોગવાઇ.

નવી ટેકનોલોજી, સાધનો અને માલસામાનના ઉપયોગ સાથેના બાંધકામ કામો માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ. રાજ્યના બંદરોને જોડતા ૨૮ હયાત રસ્તાઓની સુઘારણા અને રોડ સેફટી સંબંઘિત કામગીરી માટે ₹૧૮૭ કરોડની જોગવાઇ.

રાજ્ય હસ્તકના સ્ટેટ હાઈવેની મરામત અને જાળવણી કરવાની કામગીરી માટે ₹૧૮૦ કરોડની જોગવાઇ. ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા ચાર રસ્તાઓના ૧૪૨ કિ.મી. માર્ગોના રીસરફેસિંગ માટે ₹૧૩૧ કરોડની જોગવાઇ.

વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો માટે ₹૧૨૩ કરોડની જોગવાઇ.

ગાંધીનગર ખાતે વિવિધ કક્ષાના ૧૬૮૦ ક્વાટર્સનાં કામ માટે ₹૧૨૦ કરોડની જોગવાઇ.  ગાંધીનગર-પેથાપુર મહુડી રોડ ઉપર ફલાય ઓવર, ચાર માર્ગીયકરણ અને જંકશન સુધારણા માટે ₹૮૫ કરોડની જોગવાઇ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.