Western Times News

Gujarati News

સિક્યોરિટી ગાર્ડને ઉડાવી દેનાર સગીરના બિલ્ડર પિતા મિલાપ શાહની ધરપકડ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના બોપલમાં ૧૪ સપ્ટેમ્બરના રોજ રાત્રે સિક્યોરિટી ગાર્ડને ઉડાવી દેનાર સગીરના બિલ્ડર પિતા મિલાપ શાહની ધરપકડ કરવામાં આવી છે.

બર્થડે પાર્ટીમાં દીકરાને જવા માટે પિતાએ મર્સિડીઝ કાર આપી હતી. જેનાથી એક નિર્દોષ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં પોલીસે પહેલા સગીર સામે ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ હવે બિલ્ડર મિલાપ શાહ પોલીસની કસ્ટડીમાં આવી ગયો છે. Builder arrested Security guard hit and run case

ગ્રામ્ય હેડ ક્વાર્ટર જીઁ મેઘા તવારે જણાવ્યું હતું કે, ૧૪ સપ્ટેમ્બરે કિશોરે અકસ્માત કર્યો હતો. ત્યારબાદ કિશોરને નજરકેદ કર્યો હતો. પિતા જાણતા હતા કે, સગીર છે છતાં ગાડી આપી હતી. બીએનએસની કલમ ૧૦૫નો ઉમેરો કર્યો છે. બીએનએસ કલમ ૧૮૩ મુજબ નિવેદન લેવામાં આવ્યા છે. કારચાલક કિશોર સામે એમવી એક્ટ કલમ ૧૮૧નો ઉમેરો કરવામાં આવ્યો છે.

કિશોરના પિતા આરોપી મિલાપ શાહ સામે એમવી એક્ટ કલમ ૧૯૯નો ઉમેરો કરવામાં આવ્યો છે. કિશોરના નિવેદનમાં જાણવા મળ્યું કે, કિશોર પિતા મિલાપ શાહની મંજુરીથી ગાડી લઈ નિકળ્યો હતો. કિશોરે કબૂલ્યું છે કે, તેને કારથી એક વ્યક્તિને ઉડાવ્યો છે. આરોપી મિલાપ શાહની ધરપકડ થવાની હોવાથી આરોપી ઘરેથી નાસી ગયો હતો.

૨ દિવસ સુધી એકલો મિત કેમિકલ ફેક્ટરીમાં છુપાયો હતો. ત્યાથી પરિવારના અલગ અલગ સભ્યોના ઘરે છુપાતો હતો. આરોપીની આંબલી રોડ પરથી સ્વિફ્ટ કારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીની ત્રણ દિવસમાં રિમાન્ડ માટે કોર્ટમાં માગણી કરવામાં આવશે. બોપલમાં પૂરપાટ ઝડપે મર્સિડીઝ કાર હંકારી સિક્યોરિટી ગાર્ડ ગોવિદસિંગને કચડી નાખી મોતને ઘાટ ઉતારનાર ૧૭ વર્ષીય સગીરને બીબીએ

પ્રથમ વર્ષની પરીક્ષા હોવાથી જુવેનાઇલ કોર્ટે વચગાળાની જામીનમુક્તિ સાથે ૨૪ સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યો છે. તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે. એન. નિમાવતે તથ્ય પટેલ અને વિસ્મય શાહ વિરુદ્ધ લાગેલી બીએનએસ-૧૦૫કલમ ઉમેરવા પોલીસની અરજી ગ્રાહ્ય રાખવાનો આદેશ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.