ભરૂચના દહેજ બાયપાસની સોસાયટીઓમાં બુકાની અને ચડ્ડીધારી તસ્કર ગેંગનો આતંક

રાત્રીના અંધકારમાં બિન્દાસ લટાર મારતી તસ્કર ટોળકી સીસીટીવીમાં કેદ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ સોસાયટી વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમય થી બુકાનીધારી ચડ્ડી ગેંગનો આતંક જાેવા મળી રહ્યો છે.જે રાત્રીના અંધકાર માં જે તે સોસાયટી વિસ્તારોમાં લટાર મારી ચોરીની ઘટનાઓને અંજામ આપી ફરાર થઈ જતી હોય છે.ત્યારે આવી જ એક ઘટના દહેગામ ચોકડી નજીક આવેલ એક સોસાયટી માંથી સામે આવી છે.
જેમાં બુકાનીધારી અને ચડ્ડી ગેંગ સોસાયટીમાં લટાર મારતી સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. બનાવની મળતી માહિતી અનુસાર દહેજ બાયપાસ રોડ પર આવેલ દહેગામ ચોકડી નજીક ની સમીમ પાર્ક અને આદિલ બંગલોઝ જેવા વિસ્તારો આ ટોળકી ત્રાટકી હોવાના સીસીટીવી સામે આવ્યા છે.
જેમાં સોસાયટીમાં બિન્દાસ લટાર મારતી અને હાથમાં લાકડાના સપાટા જેવા મારક વસ્તુઓ લઈ ફરતી ગેંગની કરતૂતો સોસાયટીમાં લાગેલ સીસીટીવીમાં કેદ થતા હાલ સીસીટીવી દ્રશ્યો સોશ્યલ મીડિયામાં લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.જાેકો હજુ સુધી ચોરી અંગેની કોઈપણ પ્રકારની માહિતી સામે આવી નથી.પરંતુ તસ્કર ગેંગ સીસીટીવી માં કેદ થતા હાલ તો લોકોમાં ભય જાેવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ પશ્ચિમ વિસ્તારની કેટલીક સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા હતા જેમાં એક સોસાયટીમાં તો ધાબા પરથી તસ્કર ચોરી કરતા નીચે પડી જતા સ્થાનિકોએ ઝડપી તેને પોલીસના હવાલે પણ કર્યો હતો.જાેકે એ ઘટનાના થોડા જ દિવસો બાદ વધુ એક તસ્કર ગેંગ દહેજ બાયપાસ રોડની દહેગામ ચોકડી પાસે આવેલી સોસાયટીઓને ટાર્ગેટ બનાવવાની હોય જાેવા મળી રહ્યું છે.
હાલ સમગ્ર ઘટનાના વાયરલ વીડિયો બાદ આ મામલે તપાસ હાથ ધરવામાં આવતા પોલીસ ચોપડે હજુ સુધી આવી કોઈ ઘટનાની નોંધાઈ નથી.પરંતુ લાકડાના સપાટા લઈને બુકાનીધારી ફરતી ગેંગના આતંક થી કેટલીય સોસાયટી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે અને માંગ કરી રહ્યા છે કે પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ વધુ કરવામાં આવે તે જરૂરી છે.