બલ્કકોર્પ ઈન્ટરનેશનલનો IPO 30મી જુલાઈ, 2024ના રોજ ખુલશે
2009માં સ્થાપિત બલ્કકોર્પ ઇન્ટરનેશનલ લિમિટેડ ISO 9001:2015, ISO 14001:2015, ISO 45001:2018 અને BRC પ્રમાણિત કંપની છે, જે ફૂડ ગ્રેડ ફ્લેક્સિબલ ઇન્ટરમીડિયેટ બલ્ક કન્ટેનર બેગના ઉત્પાદન અને પુરવઠામાં રોકાયેલી છે. કંપનીનું ઉત્પાદન એકમ ચાંગોદર, અમદાવાદ ખાતે આવેલું છે.
કંપની વૈવિધ્યપૂર્ણ પેકેજિંગ સોલ્યુશન્સ FIBC બેગ્સ (જમ્બો બેગ્સ) ની વિશાળ શ્રેણી ઓફર કરે છે. કંપની BRC દ્વારા નિર્દિષ્ટ મુખ્ય સલામતી અને સ્વચ્છતાના ધોરણોનું પાલન કરીને પ્લાન્ટ પરિસરમાં ઉચ્ચ સલામતી અને સ્વચ્છતા જાળવવાનો પ્રયાસ કરે છે. બલ્કકોર્પ ઇન્ટરનેશનલ રૂ. 10 પ્રત્યેકની ફેસ વેલ્યુના 19, 78,800 સુધીના તાજા ઇક્વિટી શેર ઓફર કરે છે.
આઈ પી ઓ અંગેમાહિતી:
એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ: સોમવાર, 29મી જુલાઈ, 2024
ઇસ્યૂ ખુલશે- મંગળવાર, 30મી જુલાઈ, 2024ના રોજ
ઇસ્યૂ બંધ થાય છે: ગુરુવાર, 1લી ઓગસ્ટ, 2024
ઈશ્યુનું કદ: ₹ 20.78 કરોડ
પ્રાઇસ બેન્ડ: ₹ 100 થી ₹ 105
ફેસ વેલ્યુ: રૂ.10
ઇસ્યૂનો પ્રકાર: 100% બુક બિલ્ટ
શેર્સની સંખ્યા: 19, 78,800
લોટ સાઈઝ: 1200 શેર્સ અને તેના પછી ગુણાંકમાં
ક્યુ આઈ બી ક્વોટા: 938400 સુધી પણ 50% થી વધુ નહીં
એચ એન આઈ ક્વોટા: 282000 શેર સુધી પણ 15% થી વધુ નહી
છૂટક ક્વોટા: 658800 શેર સુધી પણ 35% કરતા ઓછો નહીં
માર્કેટ મેકર ક્વોટા: ઇસ્યૂની સાઇઝના પ ટકા પણ 99600 શેર સુધી
બલ્કકોર્પ ઇન્ટરનેશનલ લિમિટેડ આઈ પી ઓ ઉદ્દેશ્યો:
નેટ ઈશ્યુની આવકનો ઉપયોગ નીચેના હેતુ માટે કરવામાં આવશે:
1) સૌર ઉર્જાના પ્લાન્ટની સ્થાપના માટે મૂડી ખર્ચ
2) કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા
3) સામાન્ય કોર્પોરેટ હેતુ
ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડ છે અને ઇશ્યૂના રજિસ્ટ્રાર કે ફિન ટેકનોલોજીસ લી. છે.
બલ્ક કોર્પ ઇન્ટરનેશનલ: કંપની મુખ્યત્વે ગુજરાતમાંથી કાચો માલ ખરીદે છે. કંપનીનું ઉત્પાદન એકમ વ્યૂહાત્મક રીતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડાયેલું છે અને વિકસિત ઔદ્યોગિક વિસ્તારની વચ્ચે સ્થિત છે, આનાથી કંપનીને કાર્યકારી લાભ મળે છે કારણ કે પરિવહન પ્રક્રિયા સમયસર કાર્યક્ષમ બને છે. તેઓ કૃષિ, રાસાયણિક, બાંધકામ, ખોરાક, ફાર્માસ્યુટિકલ અને ખાણકામ જેવા નિર્ણાયક ઉદ્યોગોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.
બલ્કકોર્પ ઇન્ટરનેશનલનો ગ્રાહક આધાર યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, દક્ષિણ આફ્રિકા, આઇવરી કોસ્ટ, દક્ષિણ કોરિયા, સ્પેન, યુરોપ, ઇજિપ્ત વગેરે જેવા દેશોમાં હાજરી સાથે વિશ્વભરમાં ફેલાયેલો છે. મંત્રાલય દ્વારા બલ્કકોર્પને વન સ્ટાર એક્સપોર્ટ હાઉસ તરીકે માન્યતા આપવામાં આવી છે. તેનું મોટાભાગનું વેચાણ નિકાસ દ્વારા થાય છે જેણે 31 માર્ચ, 2024, 2023, 2022 અને 2021 ના રોજ પૂરા થયેલા સમયગાળા/વર્ષ માટે અનુક્રમે 68.42%, 75.88%, 72.93% અને 77.56% નું યોગદાન આપ્યું છે.
બલ્કકોર્પ ઇન્ટરનેશનલની નાણાકીય કામગીરી: કંપનીએ રૂ.46.50 કરોડની આવક અને કર પછીનારૂ. 3.56 કરોડના નફા સાથે નાણાકીય વર્ષ 2023-24માં પ્રદર્શન કર્યું હતું. 2022/23માં રૂ. 38.96 કરોડની આવક સાથે કર પછી નફો રૂ. 1.21 કરોડ રહ્યો હતો.