કાલુપુર સ્ટેશને બુલેટ ટ્રેન અને સ્ટેશન રીનોવેશનને કારણે ટ્રેનોના ટર્મિનલમાં ફેરફાર કરાયા
અમદાવાદ રેલવે સ્ટેશનથી આરંભ થતી / ઉપડતી કેટલીક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલ અથવા સાબરમતીમાં સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યું છે.
બુલેટ ટ્રેન અને સ્ટેશનના પુનઃવિકાસના ચાલી રહેલા કામને લીધે અમદાવાદ સ્ટેશનથી ઓરિજિનેટ / ટર્મિનેટ થનારી કેટલીક ટ્રેનોના ટર્મિનલમાં ફેરફાર
અમદાવાદ સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી રહી છે અને આને વિશ્વકક્ષાના સ્ટેશન તરીકે પુનઃવિકસિત કરવામાં આવશે. સાબરમતી સ્ટેશન પર ઈન્ટીગ્રેડ કોચિંગ ડિપો (ICD) ના મુળભૂત માળખાના અપગ્રેડેશનથી સમર્થિત મુખ્ય પુનઃવિકાસના તબક્કાથી પસાર થઈ રહ્યું છે, જે એલએચબી રેક માટે આધુનિક જાળવણી સુવિધાઓથી સુસજ્જિત હશે, જેનાથી ટ્રેનોની ઉત્તમ જાળવણી સંભવ થઈ શકે.
અમદાવાદ શહેરના અન્ય સ્ટેશનો જેવા કે મણીનગર, વટવા, ચાંદલોડિયા અને અસારવાને પણ અમૃત સ્ટેશનો તરીકે વિકસિત કરવામાં આવી રહ્યા છે. આ સ્ટેશનો ઝડપથી વિકસિત થઈ રહેલા શહેર અને અમદાવાદ-ગાંધીનગર અર્બન કોમ્પલેક્ષની જરૂરીયાતોને પૂર્ણ કરશે. આ મુળબૂત માળખાગત કામ વધારાની ક્ષમતા વૃદ્ધિમાં મદદરૂપ થશે,
વ્યસ્ત રેલવે નેટવર્કની સાથે-સાથે સ્ટેશન સંકુલમાં ભીડભાડ ઓછી કરશે અને શહેરની સીમાની અંદર સેટેલાઈટ સ્ટેશનોની આસપાસ નવા શહેરી વિકાસમાં મદદરૂપ થશે. અમદાવાદ અને તેની આસપાસના સેટેલાઈટ સ્ટેશન ભીડભાડ વાળા અમદાવાદ સ્ટેશન ઉપર ભીડને ઓછી કરવામાં અને વિસ્તારિત શહેરની અંદર યોજનાબદ્ધ રીતે નવું શહેરી પરિદ્રશ્ય વિકસિત કરવામાં મદદરૂપ થશે.
ગુજરાતનું પ્રશાસનિક મુખ્યમથક ગાંધીનગર ઝડપથી એક આઈટી કેન્દ્રની સાથે-સાથે શૈક્ષણિક હબ તરીકે વિકસિત થઈ રહ્યું છે. શહેરે અત્યંત વિકાસને જોયો છે તથા આ વેપાર અને ઉદ્યોગ માટે સંભવિત સ્થળોમાં એક બની રહ્યું છે. ગાંધીનગર કેપિટલ સ્ટેશન દેશનું પહેલું સ્ટેશન છે જેને વિશ્વકક્ષાના સ્ટેશન તરીકે પુનઃવિકસિત કરવામાં આવ્યું. આ સ્ટેશનમાં યાત્રીઓ માટે એરપોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સ્ટેશન પ્રતિષ્ઠિત વંદે ભારત ટ્રેનની સાથે કેટલીયે ટ્રેનોની સેવા આપે છે અને આ સ્ટેશન ઉપર વધારે ટ્રેનોને સમાયોજિત કરવાની ક્ષમતા છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા આપવામાં આવેલી એક પ્રેસ રિલિઝ મુજબ અમદાવાદ રેલવે સ્ટેશનથી આરંભ થતી / ઉપડતી કેટલીક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલ અથવા સાબરમતીમાં સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યું છે. ટર્મિનલમાં આ ફેરફાર સંચાલનમાં સ્થિતિ સ્થાપકતા અપાવશે, અમદાવાદ સ્ટેશન ઉપર યાત્રીઓની ભીડ ઓછી કરશે,
યાત્રી સેવાઓને વધારવા અને અપગ્રેડ કરવામાં મદદ કરશે અને અમદાવાદ શહેર વિસ્તારમાં મુળભૂત માળખાગત પરિયોજનાઓનો ઝડપી અમલ સક્ષમ બનાવશે. આ ફેરફારની સાથે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (NHSRCL) નું કામ, જેમાં વર્તમાનનાં પાટાઓથી નજીકનાં બાંધકામનો સમાવેશ થાય છે, ઝડપી ગતિથી આગળ વધશે, જેનાથી પરિયોજનાને સુરક્ષિત અને સમયબદ્ધ રીતે પૂર્ણ થવામાં મદદ થશે.
છ જોડી ટ્રેનોના ટર્મિનલને સાબરમતી સ્થાનાંતરિત કરવામાં આવ્યું છે જ્યારે ત્રણ જોડી ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલ સ્થાનાંતરિત કરવામાં આવ્યું છે. તે મુજબ આ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. પ્રભાવિત ટ્રેનો અને બદલાયેલા સમયની વિગતો આ પ્રકારે છે :