મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક
ભાવનગર, ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટ યાર્ડ જણસીઓના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. ૦૬ ફેબ્રુવારીના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી.
ભાવનગર માર્કેટ યાર્ડ ખાતે એરંડા, જુવાર, બાજરી, શીંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને કાળી ડુંગળી, નાળિયેરની આવક નોંધાઈ હતી. ૦૬ ફેબ્રુવારીના રોજ કુલ ૧૬ જણસીઓની આવક નોંધવામાં આવી હતી.
ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે છે. આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહુવામાં ડુંગળીના ડિહાઇડ્રેશનના કારખાનો હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે.
ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડમાં ૦૬ ફેબ્રુવારી ના રોજ લાલ ડુંગળીના ઢગલા થયા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ૪૭,૪૦૯ કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ ૨૧૫ રૂપિયાથી લઈને ૩૧૯ રૂપિયા સુધીના બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ૬૮,૦૦૦ કટ્ટાની આવક થઈ હતી. પ્રતિ એક મણના ભાવ ૧૧૧ રૂપિયાથી લઈને ૨૬૮ રૂપિયા સુધી નોંધાયા હતાં.
૦૬ ફેબ્રુવારીના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી. જેમાં એક મણના નીચા ભાવ ૯૦૨ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ૧,૨૦૦ રૂપિયા સુધી રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ એક મણના ભાવ ૪૯૦ થી લઈને ૭૨૬ રૂપિયા સુધીના નોંધાયા હતા.
આ ઉપરાંત, બાજરીની હરાજી કરવામાં આવી હતી. બાજરી ના પ્રતિ એક મણના નીચા ભાવ ૪૨૬ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ૫૨૬ રૂપિયા સુધીના નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના ૨,૬૦૦ રૂપિયાથી લઈને ૨,૭૦૧ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા.
યાર્ડમાં કપાસના ૧૧૭ ગાસડીની આવક થઈ હતી. જેના પ્રતિ એક મણના ભાવ ૯૩૦ રૂપિયાથી લઈને ૧,૨૨૬ રૂપિયા સુધીના નોંધાયા હતા. યાર્ડમાં લીલા નારિયેળના ૧૬,૩૫૫ નંગની આવક થઇ હતી. ૧૦૦ નંગના નીચા ભાવ ૪૯૦ રૂપિયા રહ્યાં હતાં. ઊંચા ભાવ ૧,૭૬૨ રૂપિયા સુધી નોંધાયા હતાં. યાર્ડમાં સોયાબીનના ૨૮ કટ્ટાની આવક થઇ હતી. એક મણના ભાવ ૭૭૬ રૂપિયાથી લઈ ૮૫૧ રૂપિયા સુધી નોંધાયા હતાં.SS1MS