બુમરાહ-આકાશદીપની જોડીએ રચ્યો ઈતિહાસ
મુંબઈ, ગાબા ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ અને આકાશદીપની જોડીએ બેટિંગમાં એવો કમાલ કર્યાે જે ૨૧મી સદીમાં પહેલા કોઈ કરી શક્યું નથી. બુમરાહ અને આકાશે ચોથા દિવસે સ્ટમ્પના સમય સુધીમાં ૧૦મી વિકેટ માટે ૩૯*(૫૪) રનની ભાગીદારી કરી હતી.
આ પહેલા ગાબા ટેસ્ટમાં ભારત માટે ૧૦મી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી ૧૯૯૧માં થઈ હતી, જે મનોજ પ્રભાકર અને જવાગલ શ્રીનાથે બનાવી હતી.બુમરાહ અને આકાશદીપ પહેલા, ગાબા ટેસ્ટમાં ભારત માટે ૧૦મી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી ૩૩ રનની હતી, જે મનોજ પ્રભાકર અને જવાગલ શ્રીનાથ વચ્ચે હતી.
હવે બુમરાહ અને આકાશદીપે ૩૯*(૫૪) રનની ભાગીદારી કરી છે. બુમરાહ અને આકાશ ચોથા દિવસના અંતે અણનમ પરત ફર્યા હતા.SS1MS