Western Times News

Gujarati News

બુમરાહ ટેસ્ટ બોલરમાં ત્રીજા સ્થાને સરક્યો, રબાડા મોખરે

દુબઈ, ભારતના પેસ બોલર જસપ્રીત બુમરાહ આઈસીસીએ જાહેર કરેલી ટેસ્ટ બોલર્સની તાજેતરની યાદીમાં ટોચના સ્થાનેથી સરકીને ત્રીજા ક્રમે રહ્યો છે. બુમરાહ બે સ્થાન નીચે ગગડ્યો હતો અને તે બીજા ક્રમના ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર જોઝ હેઝલવૂડ બાદ ત્રીજા ક્રમે છે.

આ યાદીમાં દક્ષિણ આળિકાનો પેસ બોલર કેગિસો રબાડા મોખરાના સ્થાને પહોંચ્યો છે. રબાડાએ તાજેતરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં તેની ટેસ્ટમાં ૩૦૦ વિકેટ પુરી કરી હતી જેને પગલે તેને રેન્કિંગમાં નોંધપાત્ર ફાયદો થયો હતો. બુમરાહ પુણેમાં ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં એકપણ વિકેટ ઝડપી શક્યો નહતો.

બીજીતરફ ભારતના સિનિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ આઈસીસી ટેસ્ટ બોલર્સની યાદીમાં બે સ્થાન ગગડીને ઓસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સ સાથે સંયુક્ત ચોથા ક્રમે રહ્યો છે. આમ ટોપ ફાઈવમાં ભારતના બે બોલર્સ છે. પાકિસ્તાનનો બોલર નોમાન અલીએ તાજેતરમાં રાવલપિંડી ખાતે ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં પ્રભાવી દેખાવ કરતા તે ટોપ ૧૦માં પ્રવેશવામાં સફળ થયો છે.

ન્યૂઝીલેન્ડનો સ્પિનર મિચેલ સેંટનર ૩૦ સ્થાનની છલાંગ લગાવીને કારકિર્દીના સર્વાેચ્ચ ૪૪માં ક્રમે પહોંચ્યો છે. ભારત સામેની બીજી ટેસ્ટમાં સેંટનરે કુલ ૧૩ વિકેટ ઝડપી હતી. ટેસ્ટ બેટ્‌સમેનના રેન્કિંગમાં યશસ્વી જયસ્વાલ એક સ્થાન આગળ વધીને ત્રીજા ક્રમે છે અને તે ભારતનો ટેસ્ટમાં સૌથી ટોચના ક્રમનો બેટ્‌સમેન રહ્યો છે.

ભારતના જ અન્ય બેટ્‌સમેન રિશભ પંત તથા વિરાટ કોહલીના રેન્કિંગમાં ઘટાડો નોંધાયો છે. પંત પાંચ સ્થાન સરકીને ૧૧માં અને કોહલી છ સ્થાન પીછેહઠ સાથે ૧૪માં ક્રમે છે.

ન્યૂઝીલેન્ડની ત્રિપૂટી ડેવોન કોન્વે (૨૮), ટોમ લાથમ (૩૪) અને ગ્લેન ફિલિપ્સ (૪૫) તથા દક્ષિણ આળિકાના કાઈલ વેરેયન્ને (૩૨)ને રેન્કિંગમાં નોંધપાત્ર લાભ થયો હતો. દરમ્યાન ટેસ્ટ ઓલ રાઉન્ડર્સની યાદીમાં રવીન્દ્ર જાડેજાએ પ્રથમ ક્રમ તથા રવીચંદ્રન અશ્વિને બીજો ક્રમ જાળવી રાખ્યો છે. બાંગ્લાદેશનો સ્ટાર ખેલાડી મેહદી હસન બે સ્થાનની આગેકૂચ સાથે ત્રીજા ક્રમે રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.