બુમરાહ ઈંગ્લેન્ડ સામેની બે વન-ડે ગુમાવશે
મુંબઈ, ભારતના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે શનિવારે મુંબઈમાં વાનખેડે ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ટીમના પેસ બોલર જસપ્રિત બુમરાહને પીઠની ઈજામાંથી સ્વસ્થ થતા થોડો સમય લાગી શકે છે.
ઈજાગ્રસ્ત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની આગામી વન-ડે સિરીઝમાં બે વન-ડે ગુમાવશે અને તેના સ્થાને ટીમમાં હર્ષિત રાણાને તક આપવામાં આવી છે. બુમરાહની ઈજા અંગે મેડિકલ ટીમ તરફથી વધુ સ્પષ્ટતાની રાહ જોવામાં આવી રહી હોવાનું અગરકરે જણાવ્યું હતું.
જસપ્રિત બુમરાહનો ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ચીફ સીલેક્ટર અગરકરે વધુમાં જણાવ્યું હતું કે, બુમરાહને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં છેલ્લી ટેસ્ટમાં પીઠમાં ઈજા થઈ હતી.
તેને પાંચ સપ્તાહ સુધી કાર્યબોજ હળવો કરવાની સલાહ આપવામાં આવી હતી અને આ જ કારણથી તે ઈંગ્લેન્ડ સામેની બે વન-ડેમાં નહીં રમે. ભારત અને ઈંગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે ૧૨ ફેબ્›આરીએ અમદાવાદ ખાતે રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે આઈસીસીને ટીમની જાણ કરવાની છેલ્લી તારીખ ૧૧ ફેબ્›આરી છે.
અગરકરના મતે બુમરાહની ઈજામાં કેટલો સુધારો થયો છે તે અંગે ફેબ્›આરીના પ્રારંભમાં અમને ખ્યાલ આવશે. અમે મેડિકલ ટીમ તરફથી તેના ફિટનેસની માહિતીની રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઓગસ્ટમાં શ્રીલંકા સામે વન-ડે શ્રેણી રમ્યા બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ફેબ્›આરી ૬, ૯ અને ૧૨ના રોજ દ્વિપક્ષીય વન-ડે સિરીઝ રમશે.SS1MS