મુખ્ય શિક્ષકો પિરિયડ ન લેતા હોવાથી અન્ય શિક્ષકો પર ભારણ
સુરત, સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ વચ્ચે મુખ્ય શિક્ષકોની કામગીરી સામે વિવાદ ઉભો થયો છે. શિક્ષણ સમિતિમાં મુખ્ય શિક્ષકો તાસ ન લેતા હોવાથી અન્ય શિક્ષકો પર ભારણ આવી રહ્યું છે.
આ ઉપરાંત મુખ્ય શિક્ષકો વર્ગખંડમાં ભણાવવા જતા નથી અને દૈનિક નોંધપોથી પણ નિયમિત લખતા ન હોવાથી ફરિયાદ થઈ રહી છે. જાે મુખ્ય શિક્ષકો વર્ગખંડમાં જાય તો અન્ય શિક્ષકો પર પણ ભારણ ઓછું થાય અને વિદ્યાર્થીઓને પણ સારો અભ્યાસ મળી શકે તેમ છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ છે તેમાં સરકાર દ્વારા અને પાલિકા દ્વારા હંગામી શિક્ષકોની નિમણૂક કરી છે. તેમાંથી અનેક શિક્ષકો હાજર થયાં નથી અને કેટલાક શિક્ષકો ઉચ્ચ ધોરણ માટેના છે તેઓના ધોરણ પાંચથી નીચેના ધોરણ માટે મુકવામાં આવ્યા છે તેથી અનેક શિક્ષકોમાં નારાજગી જાેવા મળી રહી છે. SS3SS