બર્ગર કિંગ ઇન્ડિયાનો IPO બિડ/ઓફર 2 ડિસેમ્બર, 2020ને બુધવારે ખુલશે
· પ્રાઇસ બેન્ડ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ રૂ. 59થી રૂ. 60
મુંબઈ, પ્રથમ પાંચ વર્ષની કામગીરી દરમિયાન રેસ્ટોરાંની સંખ્યાને આધારે ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી ઇન્ટરનેશનલ QSR ચેઇન પૈકીની એક બર્ગર કિંગ ઇન્ડિયા લિમિટેડ (“કંપની”) (સ્ત્રોત ટેકનોપેક)ની રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરની ઇનિશિયલ પબ્લિક ઓફર (આઇપીઓ) 2 ડિસેમ્બર, 2020ને બુધવારે ખુલશે (“ઇક્વિટી શેર” અને આ પ્રકારની ઇનિશિયલ પબ્લિક ઓફર, “ઓફર”). બિડ/ઓફરનો ગાળો 4 ડિસેમ્બર, 2020ના રોજ પૂરો થશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 59થી રૂ. 60 નક્કી કરવામાં આવી છે.
આઇપીઓમાં કંપનીના રૂ. 4,500 મિલિયન* સુધીના કુલ ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને QSR એશિયા પ્રાઇવેટ લિમિટેડ (“પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર”)નાં 60,000,000 ઇક્વિટી શેરના વેચાણની ઓફર (“ઓફર ફોર સેલ”, અને ફ્રેશ ઇશ્યૂ સાથે “ઓફર”) સામેલ છે.
કંપનીએ (1) 23 મે, 2020ના બોર્ડના ઠરાવના સંબંધમાં ઇક્વિટી શેરદીઠ રૂ. 44ની કિંમતે રૂ. 580.80 મિલિયન પર રોકડ માટે પ્રમોટર સેલિંગ શેરહોલ્ડરને 1,32,00,000 ઇક્વિટી શેરના રાઇટ્સ ઇશ્યૂ કરીને અને (2) 18 નવેમ્બર, 2020ના રોજ બોર્ડના ઠરાવના સંબંધમાં BRLMs સાથે ચર્ચા કરીને ઇક્વિટી શેરદીઠ રૂ. 58.50ની કિંમતે કુલ રૂ. 919.20 મિલિયન રોકડ માટે AILને 15,712,820 ઇક્વિટી શેરની પ્રેફરેન્શિયલ ફાળવણી મારફતે પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ પ્રક્રિયા હાથ ધરી છે. પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટના સંબંધમાં રૂ. 6,000 મિલિયન સુધીના ફ્રેશ ઇશ્યૂની સાઇઝમાં રૂ. 1,500 મિલિયન સુધીનો ઘટાડો થયો છે અને એ મુજબ, ફ્રેશ ઇશ્યૂની સાઇઝ રૂ. 4,500 મિલિયન થઈ છે.
બિડ લઘુતમ 250 ઇક્વિટી શેર માટે અને પછી 250 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957 (“એસસીસીઆર”)ને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2018નાં નિયમન (“સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ”) સાથે વાંચીને કરવામાં આવી છે.
ઓફર સેબી આઇસીડીઆર નિયમનોના નિયમન 6(2) સાથે સુસંગત રીતે બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે, જેમાં ઓફરનો મહત્તમ 75 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“ક્યુઆઇબી”) (“ક્યુઆઇબી પોર્શન્સ”)ને સપ્રમાણ આધારે ફાળવવામાં આવશે, જેમાં શરત એ છે કે, કંપની અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ BRLMs સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનના 60 ટકા સુધી હિસ્સાને વિવેકાધિન આધારે એન્કર રોકાણકારોને કરી શકાશે.
એન્કર રોકાણકારોનો એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી એન્કર રોકાણકાર ફાળવણીની કિંમત પર કે એનાથી વધારે કિંમતે પ્રાપ્ત માન્ય બિડને આધિન રહેશે. ક્યુઆઇબી હિસ્સાનો (એન્કર રોકાણકારના હિસ્સા સિવાય) 5 ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડને જ ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ક્યુઆઇબી હિસ્સાનો બાકીનો હિસ્સો સપ્રમાણ આધારે તમામ ક્યુઆઇબી બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં મ્યુચ્યુઅલ ફંડ સામેલ છે, જે ઓફર કિંમત પર કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ મળવાને આધિન છે. જો ઓફરનો ઓછામાં ઓછો 75 ટકા હિસ્સો ક્યુઆઇબીને ફાળવી નહીં શકાય, તો કંપની દ્વારા બિડની રકમ રિફંડ કરવામાં આવશે.