બલુચીઓએ સૈનિકોથી ભરેલી બસને ઉડાવી દીધી

(એજન્સી)બલુચિસ્તાન, પાકિસ્તાનમાં આસીમ મુનીરના પ્રમોશનના બીજા જ દિવસે તરત જ બલુચિસ્તાનમાં એક મોટો હુમલો થયો છે. બલુચિસ્તાનના ખુઝદાર ઝીરો પોઈન્ટ પાસે એક મોટો વિસ્ફોટ થયો છે. બલૂચ બળવાખોરોએ દાવો કર્યો છે કે, તેમણે પાકિસ્તાની સેનાની બસને નિશાન બનાવી હતી. આ બસ એક લશ્કરી કાફલાનો ભાગ હતી, જે કેન્ટ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. Bus carrying Pakistani Army soldiers was targeted in a blast near Zero point of Khuzdar Balochistan.
સ્થાનિક લોકો અને સૂત્રોનું કહેવું છે કે, આ વિસ્ફોટમાં ઘણા સૈનિકો માર્યા ગયા અને ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે મૃતકોની સંખ્યાની પુષ્ટિ થઈ નથી. વિસ્તારમાં તણાવ વધી ગયો છે અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. બલૂચ બળવાખોરોએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
જોકે, બીજી તરફ બુધવાર, ૨૧ મેના રોજ બલુચિસ્તાનના કુઝદારમાં એક સ્કૂલ બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૫ લોકોના મોત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, મૃતકોમાં ૪ બાળકોનો સમાવેશ થાય છે.
એપી અધિકારીઓએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, અશાંત દક્ષિણપશ્ચિમ પાકિસ્તાનમાં એક સ્કૂલ બસને નિશાન બનાવીને કરાયેલા આત્મઘાતી કાર બોમ્બ હુમલામાં ચાર બાળકો માર્યા ગયા અને ૩૮ ઘાયલ થયા, હાલમાં આ હુમલો કોણે કર્યો તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.