માલેગાંવ ઘાટ નજીક બસ ખીણમાં પડીઃ 7 મોત

સાપુતારામાં યાત્રાળુ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, ૭ના મોત
૧૭ ઘાયલ સારવાર હેઠળઃ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી
સાપુતારા, સાપુતારામાં ચારધામ યાત્રાથી પરત આવતી પેસેન્જર ભરેલી બસ ખીણમાં ખાબકી હતી જેમાં ૭ યાત્રાળુઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. ડાંગ જિલ્લાના સાપુતારામાં મહારાષ્ટ્રના નાશિક-ગુજરાત હાઈવે પર આ ગમખ્વાર અકસ્માત થયો હતો. બસ ઊંડી ખીણમાં ખાબકી હતી જેમાં કુલ ૫૦ જેટલાં શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. Bus carrying pilgrims falls into deep gorge in Saputara, 7 dead
રવિવાર સવારે લગભગ ૫.૩૦ કલાકે યાત્રાળુઓ ભરેલી બસ માલેગાંવ ઘાટ નજીક પહોંચતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. એટલું જ નહીં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.
જ્યાં રાજયના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવીએ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હોવાનું જાણવા મળે છે. તેમજ ઘાચલોના ખબર અંતર પૂછ્યા હતા. પ્રાથમિક જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં ૭ યાત્રીઓના મૃત્યુ થયા છે અને ૧૭ અન્ય ઘાયલ હોવાનું કહેવાય છે. જેમાંથી અમુકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના સર્જાઈ ત્યારે થઈ જ્યારે બસ નાસિકથી સાપુતારા ઘાટ થઈને સૂરત તરફ જઈ રહી હતી.
પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર, તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. મોટા ભાગના મુસાફરો મધ્ય પ્રદેશના રહેવાસી છે અને નાશિકના તીર્થ સ્થળે દર્શન કરવા આવ્યા હતા. હાલમાં પોલીસની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. તેમને આહવાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે.અમુક અન્યને મામૂલી ઈજા થઈ છે.
બચાવ અભિયાન લગભગ પુરુ થઈ ચુક્યું છે. ઘટનાની જાણ થતાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાતે પહોંચ્યા હતા. બસમાં સવાર ૫૦ મુસાફરો પૈકી ૨૪ ઘાયલોને સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યા જ્યારે અન્ય ૨૧ જેટલા મુસાફરો ડાંગ જિલ્લામાં સારવાર લઈ રહ્યા છે.
આ મામલે ડાંગ જિલ્લા કલેકટર અને સુરત રેન્જ આઈજી સતત મોનિટરિંગ કરી રહ્યા છે. તેમજ ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા પ્રવાસીઓને ભોજનની વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે. મૃતદેહોને તેમના વતન લઇ જવા માટે શબવાહિની તેમજ ઘાયલોને માટે પણ વિના મૂલ્યે વાહનની વ્યવસ્થા કરવામાં આવશે. મૃત્યુ પામનાર પાંચ પૈકી બસના ડ્રાયવરનું પણ મૃત્યુ થયું છે. પોલીસે અકસ્માત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.