રાજસ્થાનમાં બસ ફ્લાયઓવર સાથે અથડાઈઃ 12નાં મોતઃ 35 ઘાયલ
(એજન્સી)જયપુર, રાજસ્થાનના સીકર જિલ્લાના લક્ષ્મણગઢમાં એક ખાનગી બસ પુલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ૧૨ લોકોના મોત થયા હતા. જ્યારે ૩૫થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે લક્ષ્મણગઢ અને સીકરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે ૭ની હાલત ગંભીર બનતા તેઓને જયપુર રીફર કરવામાં આવ્યા હતા. Bus collides with a bridge in Rajasthan: 12 dead: 35 injured
મંગળવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ લક્ષ્મણગઢના પુલ પાસે આ અકસ્માત થયો હતો. બસ સાલાસરથી નવલગઢ જઈ રહી હતી. આ અકસ્માત સાલાસરથી ૬૮ કિમી દૂર થયો હતો.
બસ લક્ષ્મણગઢ પુલિયાથી જયપુર-બીકાનેર રોડ તરફ ડાબી તરફ જવાની હતી. સ્પીડ વધુ હોવાને કારણે બસ સંપૂર્ણ રીતે ટન લઈ શકી ન હતી અને સીધી પુલ સાથે અથડાઈ હતી. બસનો આગળનો ૩ થી ૪ ફૂટનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસ પુલની દિવાલ સાથે અથડાઈ હતી અને ડ્રાઈવરની બાજુનો આખો ભાગ ચકનાચુર થઈ ગયો હતો. ટક્કર બાદ બસમાં અફરાતફરી મચી ગઈ હતી. આ પછી લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને એક પછી એક બધાને નજીકની લક્ષ્મણગઢ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. એસકે હોસ્પિટલ સીકરના સુપરિન્ટેન્ડેન્ટ મહેન્દ્ર ખેદરે જણાવ્યું કે, ૩૭ ઘાયલોને સીકર લાવવામાં આવ્યા હતા,
અધિકારીઓએ જણાવ્યું કે, બસ તેજ ગતિને કારણે યોગ્ય વળાંક લેવામાં નિષ્ફળ રહી અને એક પુલ સાથે અથડાઈ જેના કારણે તેનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે તૂટી ગયો. 35 ઘાયલોમાંથી, સાત લોકો ગંભીર રીતે ઘાયલ છે અને તેમને તબીબી સારવાર માટે જયપુર રીફર કરવામાં આવ્યા છે જ્યારે અન્ય સીકર અને લક્ષ્મણગઢની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જેમાંથી ૭ને જયપુર રિફર કરવામાં આવ્યા છે. ઘાયલોમાં અનિલ શર્મા (ઉં.વ.૨૮), સાહિલ ખાન (ઉં.વ.૨૩), અમિત (ઉં.વ.૩૦), લક્ષ્યરાજ સિંહ, (ઉં.વ.૫) માયા (ઉં.વ.૩૨), સંજુ (ઉં.વ.૩૦), સોનિયા (ઉં.વ.૨૧), વંશિકા (ઉં.વ.૧૨), દીપિકા (ઉં.વ.૯), રાજેશ (ઉં.વ.૩૪), સાવિત્રી (ઉં.વ.૬૦), રાહુલ (ઉં.વ.૧૭), પિંકી (ઉં.વ.૩૦), મમતા (ઉં.વ.૩૨), સૌમ્યા (ઉં.વ.૩૦), મનીષા, જયકરણ, પ્રિયા, રાધા, ગોપાલરામ, વર્ષા, હેમંત, અંકિત, સંપત્તિ દેવી, અંકિત, ગુટલી, આદિદ, રિંકુ, કનિકાનો સમાવેશ થાય છે.