Western Times News

Gujarati News

અંબાજી-હડાદ રોડ પર અકસ્માતમાં બસ પલટીઃ 40 ગંભીર

મુસાફર ભરેલી બસના બે ટૂકડા થયા, ૪૦ ઈજાગ્રસ્ત

અંબાજી, ગુજરાતમાં અકસ્માતના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અકસ્માતના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બનાસકાંઠામાં અંબાજી-હડાદ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો છે.

જેમાં મુસાફર ભરેલી બસ પલટી મારી જતા બે ટૂકડા થયા છે. બસ પલટી જતા ૪૦ જેટલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અત્યાર સુધી અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. અંબાજી હડાદ માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યાં ખાનગી બસ પલટી જતા બસના ૨ ટુકડા થયા છે. પથ્થર પર બસનું ટાયર ચડી ગયું હોવાથી અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનામાં ૪૦ કરતા વધુ મુસાફરોને ઈજા પહોંચી છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, આજે બનાસકાંઠામાં અંબાજી-હડાદ રોડ પર એક ગમખ્વાર અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનામાં મુસાફર ભરેલી બસ પલટી મારી જતા બે ટૂકડા થયા છે. બસ પલટી જતા ૪૦ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે,

જેમાં બાળકો, મહિલા, પુરુષો સહિત વડીલોને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. અત્યાર સુધી અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને ખાનગી કારમાં દવાખાને પહોંચાડ્યા છે. આ અકસ્માત સમયે સ્થિતિ એટલે હૃદયદ્વાવક હતી કે ઇજાગ્રસ્તોને ૧૦૮ અને પોલીસની જીપોમાં હોસ્પિટલ ખસેડાયા હતા. મળતી માહિતી અનુસાર, અંબાજીથી દર્શન કરીને પોતાના ગામે પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત અંબાજીથી લગભગ ૬ કિલોમીટર દૂર અંબાજી હડાદ માર્ગ પર સર્જાયો હતો. જ્યાં પથ્થર પર પૈડું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. નડિયાદના કંજરી ગામના સંઘના પદયાત્રીઓ અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે આ બસ અકસ્માત સર્જાયો હતો. અકસ્મતામાં બસમાં સવાર ૪૦જેટલા લોકોને નાની-મોટી ઇજા પહોંચી છે. જાેકે, હાલ આ અકસ્માતમાં કોઇ જાનહાનીના સમાચાર નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.