રશિયાથી સસ્તું ઓઈલ ખરીદી ભારતીય કંપનીઓની કરોડો રૂપિયાની બચત થઈ
ભારતે એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે રશિયા પાસેથી કુલ ૮૦ કરોડ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી હતી. એપ્રિલ-સપ્ટેમ્બરની વચ્ચે, ભારતે રશિયા પાસેથી લગભગ ૨૨૦ કરોડ ડોલરનું તેલ આયાત કર્યું.
(હિ.મી.એ.),નવીદિલ્હી, રશિયા-યુક્રેન યુદ્ધથી ભારતને ક્રૂડ ઓઈલની ખરીદીમાં મોટો ફાયદો થયો છે. આ યુદ્ધની શરૂઆતથી જ ભારત રશિયા પાસેથી મોટી માત્રમાં રાહત ભાવે ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ છ મહિનામાં ભારતીય ઓઇલ રિફાઇનિંગ કંપનીઓએ રશિયાથી સસ્તા તેલની આયાત કરી અબજો ડોલરથી વધુની બચત કરી છે.
ભારત દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટો આયાતકાર દેશ છે. ભારત તેની કુલ જરૂરતના ૮૫ ટકાથી વધુ કાચું તેલ આયાત કરે છે. જો કિંમતને ધ્યાને લઇને જોવામાં આવે તો ભારત ટ્રેડ વ્યાપારથી યાદીમાં સૌથી ઉપરના સ્થાને છે.
એક અહેવાલ અનુસાર, ભારત સરકારના ઓફીશીયલ ટ્રેડ ડેટાના જાણકારે આપેલી માહિતી પરથી જાણવા મળ્યું છે કે, ભારતીય રિફાઇનિંગ કંપનીઓએ રશિયાથી સસ્તા તેલની આયાત કરી લગભગ ૨૭૪ અબજ રૂપિયાની બચત કરી છે.
રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પહેલા છ મહિનામાં ભારતે લગભગ ૬૩૦ કરોડ ડોલરના ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. ભારત જે ક્રૂડ ઓઈલ રશિયા પાસેથી આયાત કરે છે તે જો રશિયાને બદલે અન્ય કોઈ દેશથી આયાત કરવામાં આવ્યું હોત તો ભારતે તે જ તેલ માટે અંદાજે ૬૭.૧૪ અબજ ડોલર ચૂકવવા પડ્યા હોત.
ભારતે એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે રશિયા પાસેથી કુલ ૮૦ કરોડ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી હતી. એપ્રિલ-સપ્ટેમ્બરની વચ્ચે, ભારતે રશિયા પાસેથી લગભગ ૨૨૦ કરોડ ડોલરનું તેલ આયાત કર્યું. જ્યારે જથ્થાની વાત કરીએ તો ભારતે રશિયા પાસેથી ૩૦ કરોડ બેરલ તેલની આયાત કરી છે.