PM નિવાસસ્થાન પર ડ્રોનની માહિતીથી ખળભળાટ, SPG અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ
નવી દિલ્હી, નવી દિલ્હીના ઉચ્ચ સુરક્ષા અને નો ફ્લાઈંગ ઝોનમાં સ્થિત વડા પ્રધાનના નિવાસસ્થાન પર ડ્રોન ઉડાવવાના PCR કોલથી હલચલ મચી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે (૩ જુલાઈ) સવારે લગભગ ૫ વાગ્યે, એક વ્યક્તિએ પીએમ હાઉસ પર કંઈક ઉડતું જાેઈને કોલ કર્યો, જેના પછી સુરક્ષા એજન્સીઓ અને પોલીસ એલર્ટ થઈ ગઈ. માહિતી બાદ એસપીજીએ તપાસ શરૂ કરી હતી પરંતુ આ દરમિયાન કંઈ મળ્યું નહોતું, ત્યારબાદ બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
વડાપ્રધાનનું નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ પર આવેલું છે અને સમગ્ર વિસ્તાર નો-ફ્લાઈંગ ઝોન હેઠળ આવે છે. દિલ્હી પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું કે તપાસ દરમિયાન એર ટ્રાફિક કંટ્રોલનો પણ સહયોગ લેવામાં આવ્યો હતો.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હી ડિસ્ટ્રિક્ટના કંટ્રોલ રૂમને PM નિવાસસ્થાનની નજીક એક અજાણી ઉડતી વસ્તુ વિશે માહિતી મળી હતી. આસપાસના વિસ્તારોમાં વ્યાપક શોધખોળ કરવામાં આવી હતી પરંતુ આવી કોઈ વસ્તુ મળી નથી. એર ટ્રાફિક કંટ્રોલ રૂમનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, તેઓને પણ પીએમના નિવાસસ્થાન નજીક આવી કોઈ ઉડતી વસ્તુ મળી ન હતી. વડાપ્રધાનના નિવાસસ્થાને પ્રવેશ ૯, લોક કલ્યાણ માર્ગથી છે.
પ્રથમ કાર પાર્કિંગમાં મૂકવામાં આવે છે, પછી વ્યક્તિને રિસેપ્શન પર મોકલવામાં આવે છે. પછી સુરક્ષા તપાસ કરવામાં આવે છે. જે પછી વ્યક્તિ ૭, ૫, ૩ અને ૧ લોક કલ્યાણ માર્ગમાં એન્ટ્રી લે છે.
પીએમના નિવાસસ્થાને પહોંચવા માટે સુરક્ષા તપાસ એટલી કડક છે કે જાે તેમના પરિવારના કોઈ સભ્ય પણ આવે છે તો તેમને પણ આ ચેકમાંથી પસાર થવું પડે છે.
વડાપ્રધાન આવાસમાં કોઈપણ વ્યક્તિની એન્ટ્રી લેતા પહેલા સચિવો વતી મુલાકાત લેનારાઓની યાદી તૈયાર કરવામાં આવે છે. જે વ્યક્તિઓનું નામ યાદીમાં હશે તેઓ ત્યાં જ મળી શકશે. આ સાથે જે વ્યક્તિ વડાપ્રધાનને મળવા જઈ રહી છે તેની પાસે ઓળખ કાર્ડ હોવું જરૂરી છે.
ભારતના વડા પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન બંગલો નંબર ૭ છે, જે રાજધાની દિલ્હીના લ્યુટિયન ઝોનના લોક કલ્યાણ માર્ગ પર સ્થિત છે. વડા પ્રધાનના નિવાસસ્થાનનું સત્તાવાર નામ ‘પંચવટી’ છે. તે ૫ બંગલાઓને જાેડીને બનાવવામાં આવ્યો છે. ૭ લોક કલ્યાણ માર્ગ પર રહેતા પ્રથમ વડાપ્રધાન રાજીવ ગાંધી હતા. તેઓ ૧૯૮૪માં અહીં આવ્યા હતા.SS1MS