Western Times News

Gujarati News

કોર્ટમાં અરજીને કરીને યુવતીએ કહ્યું મારે નથી જોઈતા માતાપિતા

Files Photo

અમદાવાદ, નિઃસંતાન દંપતી માતાપિતા બનવાના કોડ પૂરા કરવા માટે બાળક દત્તક લેતા હોય છે. પરંતુ આ જ બાળક જ્યારે મોટું થાય અને કહે કે તેને આ માતાપિતા નથી જાેઈતા ત્યારે કાપો તો લોહી ના નીકળે તેવી સ્થિતિ થાય છે. આવો જ કિસ્સો હાલમાં સામે આવ્યો છે.

જ્યાં મા-બાપને છોડી દેવા અને તેમનું નામ પોતાના નામ પાછળથી દૂર કરવા માટે ૨૪ વર્ષીય યુવતી કોર્ટમાં પહોંચી. દત્તક માતાપિતાનું નામ પોતાના નામ પાછળથી અને બધા જ ડૉક્યુમેન્ટ્‌સ તેમજ સર્ટિફિકેટોમાંથી કાઢી નાખવા અને દત્તક લીધાનો કરાર રદ્દ કરવા માટે યુવતી સ્થાનિક કોર્ટમાં પહોંચી હતી.

યુવતીએ કોર્ટમાં દાવો કર્યો કે તે પોતાના દત્તક માતાપિતાથી કાયદાકીય રીતે અલગ થવા માગે છે કારણે તેમણે આટલા વર્ષો સુધી તેની સાથે અન્યાય કર્યો છે. જાેકે, કોર્ટે આ યુવતીની પિટિશન ફગાવી છે. કોર્ટે યુવતીની માગ ફગાવતા હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ, ૧૯૫૬ના સેક્શન ૧૫ને ટાંક્યો હતો. આ સેક્શન અંતર્ગત દત્તક લીધેલું સંતાન કે દત્તક લેનારા માતાપિતા આ પ્રકારે દત્તક કરાર રદ્દ કરતાં રોકે છે.

કાનૂની જાેગવાઈને વાજબી ઠેરવવા મિર્ઝાપુર કોર્ટના એડિશનલ સિનિયર સિવિલ જજ આર.સી. સોઢાપરમારે દત્તક લેવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા હિન્દુ રિવાજાેને પણ ટાંક્યા હતા. કોર્ટે કહ્યું કે, હિન્દુ સંસ્કૃતિમાં દત્તક લેવાને સંસ્કાર ગણવામાં આવ્યા છે અને આ પ્રસંગ માટે થતા રિવાજને ‘હોમ’ કહેવાય છે જેને દિવ્ય ગણાય છે.

કાયદાના ઘડવૈયાઓએ આ જ ખ્યાલને આધારે સેક્શન ૧૫ બનાવ્યું છે અને જાહેર કર્યું કે, દત્તક લેનારા માતાપિતા દત્તક સંતાન પ્રત્યે જૈવિક માતાપિતા તરીકેની બધી જ ફરજાે નિભાવશે અને આ જ રીતે દત્તક બાળક પણ જૈવિક દીકરો કે દીકરી જે ફરજાે નિભાવે તે પૂરી કરશે.

કેસની વિગતે વાત કરીએ તો, અરજીકર્તા યુવતી અને તેના જૈવિક માતાપિતાએ ગત વર્ષે કોર્ટમાં અરજી કરી હતી અને દત્તક કરાર રદ્દ કરવાની માગ કરી હતી. કોર્ટમાં માહિતી આપવામાં આવી કે, આ યુવતીનો જન્મ ૧૯૯૯માં ગાંધીધામમાં થયો હતો. તેના જન્મના સાત મહિના પછી તેના પિતાના ભાઈએ તેને દત્તક લીધી હતી કારણકે તેઓ નિઃસંતાન હતા. ૨૦૦૭માં દત્તક કરાર નોટરાઈઝ કરાયો હતો.

યુવતીના દત્તક માતાપિતા જયપુરમાં રહે છે જ્યારે તેના જૈવિક માતાપિતા અમદાવાદમાં રહે છે. હાલ યુવતી પણ અમદાવાદમાં જ રહે છે. ૨૦૦૭ના કરારને રદ્દ કરવાની માગ સાથે યુવતીએ કોર્ટમાં જણાવ્યું કે, તેને દત્તક લેવાઈ હોવાની જાણકારી પાછળથી થઈ હતી.

તેણે દાવો કર્યો કે, તેને ઉદયપુરમાં ડેન્ટલ સર્જરી કોર્સમાં એડમિશન મળ્યું હતું પરંતુ તેના દત્તક મા-બાપની નબળી આર્થિક સ્થિતિને કારણે તે ફી ના ભરી શકી. જેથી તેણે પોતાના જૈવિક માતાપિતા પાસે મદદ માગી હતી. તેમણે ફિલિપિન્સમાં તેણી અભ્યાસ કરી આપે તેવી સગવડ કરી આપી હતી. હવે ફિલિપિન્સ ભણવા જવા માટે તેના દત્તક માતાપિતા પાસેથી જરૂરી દસ્તાવેજાે જાેઈતા હતા.

પરંતુ તેમણે તે આપવાનો ઈનકાર કર્યો કારણકે યુવતીએ તેના જૈવિક માતાપિતા પાસેથી લીધેલી મદદ તેમને પસંદ નહોતી આવી. પરિણામે યુવતીનું એડમિશન કેન્સલ થયું અને તેના જૈવિક માતાપિતાનો ખર્ચો માથે પડ્યો હતો.

યુવતીએ આગળ જણાવ્યું કે, દત્તક માતાપિતા તરફથી સતત થતાં ખરાબ વર્તન અને અન્યાયને પગલે તેણે પોતાના દત્તક માતાપિતાને છોડી દીધા અને તેમની સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા.

કોર્ટમાંથી દત્તક કરાર રદ્દ કરવાની માગ ઉપરાંત યુવતીએ રજૂઆત કરી કે, દત્તક માતાપિતાનો તેના પર કોઈ અધિકાર નથી તેવું પણ કોર્ટ જાહેર કરી દે. તેના બધા જ ડૉક્યુમેન્ટ્‌સમાંથી પણ દત્તક માતાપિતાનું નામ દૂર કરવાની માગ કરી હતી.

આ કેસની સુનાવણી માટે કોર્ટે દત્તક માતાપિતાને બોલાવ્યા હતા પરંતુ તેઓ હાજર નહોતા રહ્યા. જાેકે, કોર્ટે યુવતીને અરજી ફગાવી દીધી કારણકે તે કોર્ટમાં એવા કોઈ પુરાવા રજૂ ના કરી શકી કે જે સાબિત કરી આપે કે તેના દત્તક માતાપિતાએ તેને ત્રાસ આપ્યો છે કે ખરાબ વર્તન કર્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.