બનાસ ડેરી દ્વારા દૂધના કિલો ફેટના ખરીદ ભાવમાં રૂા.૩૦નો વધારો કરાયો
પાલનપુર, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દુધના ખરીદ ભાવમાં પ્રતી કિલો ફેટે રૂપિયા ૩૦નો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેનો લાભ બનાસકાંઠા જીલ્લાના લાખો પશુપાલકોને ૧૬ ડીસેમ્બરથી મળતો થશે. બનાસ ડેરીએ પોતાના પશુપાલકોને દુધના પ્રતી કિલો ફેટ ખરીદ ભાવમાં વધારો કરીને ભેટ આપી છે.
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં પશુપાલકોને આર્થિક રીતે સદ્ધર બનાવવા સમયે સમયે દુધના ભાવમાં વધારો તેમજ પશુપાલકોના હિતમાં નિીર્ણયો કરવામાં આવે છે, જેના કારણે બનાસકાંઠામાં પશુપાલનનું પ્રમાણ વધ્યું છે. હાલમાં ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકોને દુધના પ્રતી કિલો ફેટે ફરીથી રૂપિયા ૩૦ ચુકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેનો લાભ આગામી ૧૬ ડિસેમ્બરથી મળતો થશે. પહેલા દુધના પ્રતી કિલો ફેટ પર રૂા.૭૬૦ ચુકવવામાં આવતા હતા પરંતુ હવે રૂા.૩૦નો વધારો થતાં પશુપાલકોને રૂા.૭૯૦ ચુકવવામાં આવશે.
જયારથી શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીનું નેતૃત્વ સંભાળ્યું છે. ત્યારથી બનાસકાંઠા જીલ્લાના પશુપાલકોના હિતમાં કલ્યાણકારી નિર્ણયો કરવામાં આવી રહયા છે. તાજેતરમાં નડાબેટ ખાતે દૂધ દિનના કાર્યક્રમમાં દુધના ભાવમાં વધારો કરવાની જાહેરાત શંકરભાઈ ચૌધરીએ કરી હતી. આઅમ ઐતિહાસિક ભાવ વધારો, ભાવફેર અને ચાલુ વર્ષમાં ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સતત ચાર વખત દુધના ભાવમાં વધારો કરીને પશુપાલકોને એમની મહેનતના મીઠા ફળ આપવાના અનેક સફળ પ્રયાસ કર્યા છે.
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં શિયાળાની અંદર જજેમ જેમ દૂધની આવકમાં વધારો થતો, ત્યારે દુધના ભાવમા ઘટાડો જાેવા મળતો હતો પરંતુ હવે શિયાળો હોય કે અન્ય કોઈપણ ઋત્ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દુધના ખરીદ ભાવમાં સતત વધારો કરવામાં આવે છે.