પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને બેફામ ગાળો બોલનારને ઝડપી લેવાયો
વડોદરા, વડોદરા પોલીસ કંટ્રોલ રૂમમાં અવાર નવાર ફોન કરીને બકવાસ કરીને ખોટી રજૂઆત કરીને બિભત્સ ગાળો બોલનાર શખસની કાયદેસરની કાર્યવાહી કરીને પોલીસે તેને દબોચી લીધો હતો છેલ્લા બે મહિનાથી તેણે વડોદરા ઉપરાંત સુરત, નાશિક પોલીસ કંટ્રોલરૂમ તેમજ અન્ય પોલીસ સ્ટેશનો તથા પોલીસ વિભાગોમાં વારંવાર ફોન કરીને ખોટી રજૂઆતો કરીને ગાળો બોલી હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો. આ કૃત્ય કરનારે પોલીસને જણાવ્યું કે તેણે પોતાનો રોષ વ્યકત કરવા માટે આમ કર્યું છે તેના તેની પત્ની સાથે છુટાછેડા થયેલા છે.
વડોદરા પોલીસ કંટ્રોલ રૂમમાં આ પ્રકારના વારંવાર ફોન કોલ આવતા રાવપુરા પોલીસ મથકમાં વુમન હેડ કોન્સ્ટેબલ ભાવનાબેનગેમાભાઈએ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ પોલીસ કંટ્રોલરૂંમમાં ફરજ બજાવે છે ૧૦૦ નંબર પર ઈમરજન્સી કોલ આવે તો તેની ફરિયાદ સાંભળીને વર્ધી લખવાનું તેમની ફરજનો ભાગ છે. ગત તારીખ ર૬મી નવેમ્બરે ઈમરજન્સી કોલ આવ્યો હતો.
રિસીવ કરતા સામેવાળી વ્યÂક્તએ પોતાનું નામ- સરનામું જણાવવાની જગ્યાએ ફોન પર જેમ તેમ ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું બાદમાં અન્ય એક નંબર પરથી પોલીસ કંટ્રોલ રૂમમાં આ જ પ્રકારે ગાળો બોલવામાં આવી હતી. તે દિવસે અજાણ્યા ઈસમો આઠ જેટલા ફોન કરીને આ પ્રકારે ગાળો આપી હતી. આખરે આ મામલે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ફરિયાદ બાદ પોલીસ દ્વારા અજાણ્યા શખસની તપાસ ચાલતી હતી જેમાં પોલીસ મધુકર મંગળભાઈ પાટીલ (પટેલ) (ઉ.૪૩,) (રહે. સાફલ્ય આર્કેડ કોમ્પલેક્ષ ડભોઈ રોડ, વડોદરા મુળ રહે. લીમખેડા, જી. નંદુરબાર, મહારાષ્ટ્ર) સુધી પહોચી હતી આરોપીની પુછપરછમાં વાત બહાર આવી હતી કે મધુકર પાટીલ અગાઉ કીમ ખાતે રહેતો હતો તેના પત્ની તેનાથી અલગ થઈ જતા તેને પોલીસ સામે છુપો રોષ હોવાનું તેણે જણાવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે
તે મોબાઈલથી ફોન કરીને સુરત પોલીસ સામે પોતાનો રોષ વ્યકત કરવા માંગતો હતો પરંતુ ફોન વડોદરા પોલીસને લાગતો હતો અને આ વાતથી તે અજાણ હતો તેણે છેલ્લા બે મહિનામાં વડોદરા ઉપરાંત અન્ય સરકારી કચેરીના ફોન પર ખોટી રીતે ગાળો બોલીને ખોટી રજુઆતો કરી હોવાનું બહાર આવ્યું હતું.