દિનશા પટેલ દ્વારા રૂ. ૧.૫૧ કરોડનું સંકલ્પ દાનઃ રૂ. ૨૦ લાખનો ચેક અર્પણ
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ સંચાલિત ચાંગાસ્થિત ચારૂસેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના લાભાર્થે રૂ. ૮.૭૫ કરોડના ખર્ચે ચારૂસેટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે દાતાશ્રી દિનશા પટેલ દ્વારા રૂ. ૧.૫૧ કરોડના સંકલ્પ દાન પૈકી ૭ જુલાઇ, ગુરુવારના રોજ રૂ. ૨૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
ચારુસેટ કેમ્પસમાં એક બેઠક દરમિયાન શ્રી દિનશા પટેલના હસ્તે દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ નડિયાદ તરફથી માતૃસંસ્થા-કેળવણી મંડળના માનદ મંત્રી ડો. એમ. સી. પટેલને રૂ. ૨૦ લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.
આમ શ્રી દિનશા પટેલ દ્વારા રૂ. ૧.૫૧ કરોડના સંકલ્પ દાન પૈકી અત્યાર સુધીમાં ચારૂસેટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું રૂ. ૬૫ લાખનું દાન પ્રાપ્ત થયું છે.
આ પ્રસંગે દાતા શ્રી દિનશા પટેલ, માતૃસંસ્થા- કેળવણી મંડળ-ઝ્રૐઇહ્લના મંત્રી ડો. એમ. સી. પટેલ, કેળવણી મંડળના સહમંત્રી શ્રીમતી મધુબેન પટેલ, માતૃસંસ્થાના સહમંત્રી શ્રી ધીરુભાઈ પટેલ, માતૃસંસ્થાના ટ્રસ્ટી પ્રિ. આર. વી. પટેલ, એડવાઈઝર ડો. બી. જી. પટેલ, શૈક્ષણિક સંકુલ કઠલાલના કો-ઓર્ડિનેટર શ્રી નયનભાઇ પટેલ,
રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળ-યુનિવર્સિટીના વિવિધ પદાધિકારીઓ, વિવિધ વિભાગોના ડીન, પ્રિન્સિપાલ, વિવિધ વિભાગોના વડાઓ, એસ્ટેટ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ નડિયાદ તરફથી શ્રી ઘનશ્યામભાઈ પટેલ, શ્રી વિનયભાઈ પટેલ, શ્રી હાર્દિક ભટ્ટ, દ્વિજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.