પાણીના મીટરો લગાવી 24 કલાકના બદલે માત્ર ર કલાક પાણી આપી -8 મહિનાનું ભેગું બિલ મોકલતા હોબાળોે
સુરત, સુરતના કતાર ગામ ઝોનમાં સમાવિષ્ઠ સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી પાલીકાની ર૪ કલાક પાણી આપવાની યોજના સામે લોકોમાં નારાજગી વધી રહી છે.
ર૪ કલાક ૩૬પ દિવસ અવિરત પાણી આપવાનો દાવો કરનાર પાલિકા માતર ર કલાક જ પાણી આપી રહી હોવાનો બળાપો લોકો કાઢી રહ્યા છે. ઉપરથી આઠ આઠ મહિનાના બિલ પકડાવતા લોકો રસ્તા પર આવી ગયા હતા.
સુત્રો મુજબ સુરત મહાનગર પાલિકા દ્વારા નવા કતારગામ ઝોન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી માત્ર બે કલાક જ પાણીનો પુરવઠો મળી રહ્યો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો હતો. સોમવારે સોસાયટીમાં વિરોધ પ્રદૃશન કરી રહેલી મહિલાઓએ ભારે રોષ સાથે જણાવ્યુ હતુ કે શરૂઆતમાં તો પાલિકાએ ર૪ કલાક પાણી આપવાની સુફીયાણી વાતો કરી હતી પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વિસ્તારમાં માં બે કલાક જ પાણીનું વિતરણ કરાઈ રહ્યુ છે.
આને કારણે ગેૃહિણીઓએ આખા દિવસનો પાણીનો સંગ્રહ કરવામાં જ રચ્યાપચ્યા રહેવું પડે છે. અમારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આટલુ ઓછુ હોય તેમ પાણીના બિલો પણ નિયમિત આપવાને બદલે આઠ દસ મહિનાના બલો એક સાથે ઈસ્યુ કરવામાં આવેતા હોવાથી ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ જતુ હોય છે.