૩૦ નવેમ્બર સુધીમાં આ ખેડૂતોને ૨૦૦૦ મળી જશે
નવી દિલ્હી, પીએમ કિસાન સમ્માન યોજના નાના અને ગરીબ ખેડૂતોને ધ્યાને રાખીને પ્રધાનમંત્રી મોદીએ શરુ કરેલી છે. આ યોજના હેઠળ ખેડૂતોને કુલ ૧૨ હપ્તા હેઠળ રૂપિયા મળી ચુક્યા છે. આ વખતે મોદી સરકારે ખેડૂતોના ખાતામાં ૧૬૦૦૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. જયારે ૧૧ માં હપ્તામાં ૨૧૦૦૦ કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. ૧૧ માં હપ્તામાં ૧૦ કરોડ ખેડૂતોને લાભ મળ્યો હતો.
જયારે ૧૨ માં હપ્તામાં ૮ કરોડ ખેડૂતોને લાભ પ્રાપ્ત થયો હતો. જે ખેડૂતોને હજુ ૧૨ મો હપ્તો નથી મળ્યો તેઓને ૩૦ નવેમ્બર સુધીમાં મોકલવામાં આવી શકે છે. સરકારના માનવ મુજબ આ યોજના હેઠળ ઘણા એવા ખેડૂતો છે જે લાભાર્થી ન હોવા છતાં ખોટી રીતે ફાયદો લઇ રહ્યા છે. એટલે સરકારે e-KYC ફરજીયાત કર્યું છે. જેથી ઘણા ફર્જી ખેડૂતો આ લિસ્ટમાંથી રદ થઇ ગયા છે.
તેમજ ઘણા લાયક ખેડૂતો પણ છે. જેઓ લાયક છે અને ૧૨ મો હપ્તો મળ્યો નથી તેઓને ૩૦ નવેમ્બર સુધીમાં રૂપિયા મોકલી દેવામાં આવશે. જેઓના રૂપિયા અટકાવવામાં આવ્યા છે તેઓ કૃષિ મંત્રાલયમાં ફરિયાદ કરી શકે છે. આ સિવાય તમે તમારા કૃષિ અધિકારીને પણ ફરિયાદ કરી શકો છો.
સરકાર ૧૨ માં હપ્તાના રૂપિયા ૧૩ માં હપ્તા પહેલા અને આ મહિનાના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા કરી દેશે. સરકારે ખેડૂતો માટે એક હેલ્પ લાઈન નંબર જાહેર કરેલો છે. જાે તમે પ્રધાનમંત્રી સમ્માનનીધી યોજના હેઠળ એપ્લાય કયું છે તો, સ્ટેટસ ચેક કરવા માટે ૧૫૫૨૬૧ પર કોલ કરી શકો છો.
તેના પરથી દરેક પ્રકારની જાણકારી મેળવી શકાય છે. આ યોજનાનો લાભ એજ લોકોને મળશે કે જેઓએ પોતાનું e-KYC કરેલું હશે. જેઓએ નહિ કરાવ્યું હોય તેઓની રકમ અટકી શકે છે. સરકારે તેના માટેની અંતિમ તારીખ ૩૧ ઓક્ટોબર આપેલી હતી.
હવે તે સમય તો પસાર થઇ ગયો છે. તેમજ જાે કોઈ ખેડૂત બીજાની જમીન ભાડે રાખીને ખેતી કરી રહ્યો છે તો તેમને પણ આ રકમ મળવા પાત્ર નથી. કારણકે તેના માટે જમીનની માલિકી જરૂરી છે.SS1MS