ઘરમાં ચોરી કરીને સગીરાઓ પ્રેમી સાથે ગોવા ભાગી

અમદાવાદ, બાળકો દ્વારા લેવાતા પગલાં ક્યારેક માતા-પિતા માટે જોખમી સાબિત થતા હોય છે. અમદાવાદ શહેરમાં આ જ પ્રકારનો કિસ્સો બનવા પામ્યો હતો. ધો. ૧૦ સીબીએસઇમાં અભ્યાસ કરતી બે સગીરા એક સગીર અને પુખ્ત યુવકના પ્રેમમાં પડી હતી.
ચારેય લોકો અવાર-નવાર મળતા અને સ્કૂલ ટ્યૂશનથી છૂટીને હરવા-ફરવા જતા હતા. એક દિવસ સગીરાએ એવું પગલું ભર્યું જેનાથી માતા-પિતાને ચિંતામાં મૂકાવાની સાથે સાથે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનો વારો આવ્યો છે.
સગીરાએ પોતાના જ ઘરમાં સોનાના દાગીનાની ચોરી કરીને સગીર બહેનપણી અને સગીર તથા યુવક સાથે ગોવા ફરવા નીકળી પડી હતી. સગીરાની માતાએ પોલીસને જાણ કરતા ચારેય લોકો ગોવાથી મળી આવ્યા હતા. તમામની પૂછપરછમાં જણાયું કે સગીરાએ ઘરે સોનાના દાગીનાની ચોરી કરી હતી. ફરતા ફરતા મુંબઇ પહોંચ્યા અને દાગીના વેચીને ૭૦ હજાર મેળવ્યા હતા. જે બાદ ચારેય લોકો મોજશોખ કરવા ગોવા પહોંચ્યા હતા. આખરે સરખેજ પોલીસે ચારેય લોકોને ટેકનિકલ સર્વેલન્સથી શોધી કાઢ્યા હતા.
પોલીસે તો સગીરાઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ધો.૧૦ની પરીક્ષા પણ અપાવવામાં મદદ કરી હતી. સામાન્ય કિસ્સામાં એવુ સાંભળવા મળે છે કે કોઇ યુવક યુવતીને ફસાવીને ભગાડીને લઇ ગયો. પરંતુ શહેર પોલીસના ચોપડે નોંધાયેલા એક કિસ્સામાં તેનાથી ઊલટું જોવા મળ્યું છે. એસજી હાઇવે નજીકના એક વિસ્તારમાં રહેતી બે સગીરા ધો.૧૦ સીબીએસઇમાં અભ્યાસ કરે છે.
સગીરાને સગીર સાથે જ્યારે અન્ય સગીરાને પુખ્ત વયના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ચારેય લોકો એકબીજાને મળતા ત્યારે ઘરેથી ક્યાંક દૂર મોજશોખ કરવા જવાની વાતો કરતા હતા. એક દિવસ સગીરાએ મોજશોખ પૂરા કરવા માટે પોતાના જ ઘરે સોનાના દાગીના ચોરી લીધા હતા. બાદમાં સગીરા તેનો સગીર પ્રેમી, સગીર બહેનપણી અને તેનો પ્રેમી એમ કુલ ચારેય લોકો અમદાવાદ બહાર નીકળી ગયા હતા.
ફરતા ફરતા મુંબઇ પહોંચ્યા અને ત્યાં સગીરાએ દાગીના વેચીને રૂપિયા ૭૦ હજાર મેળવી લીધા હતા. જે બાદ ચારેય લોકો ગોવા પહોંચી ગયા હતા. બીજીબાજુ સગીરાઓના પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે ટેકનિકલ સર્વેલન્સના આધારે સગીર તેના પરિચિત વ્યક્તિ સાથે વાત કરતી હોવાનું સામે આવતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ હાથ ધર્યું હતું. બાદમાં ચારેયને ગોવામાંથી શોધી કાઢ્યા હતા.
પોલીસ ચારેયને લઇને અમદાવાદ આવી પહોંચી હતી. જે બાદ સગીરોને બાળસંરક્ષણગૃહમાં મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સગીરાઓની સાથે પ્રેમી સગીર પણ એટલો ચબરાક હતો કે અમદાવાદથી નીકળીને ફોન બંધ કરી દીધા હતા અને માત્ર વાઇફાઇનો ઉપયોગ કરતા હતા.
જેના કારણે પોલીસ તેઓને ટ્રેક કરી શક્તી નહોતી. પરંતુ પોલીસને જાણવા મળ્યું કે સગીર કોઇને ઇન્સ્ટાગ્રામ થકી ફોન કરીને વાત કરે છે. જેથી પોલીસે ટેકનિકલ એનાલિસિસ કરીને ગોવાથી ચારેયની ભાળ મેળવી હતી.SS1MS