બાયડ – માલપુરના ધારાસભ્યએ સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રીને રજુઆત કરી
ઠાકોર-કોળી વિકાસ નિગમમાં ૫૦૦ સુધી કરોડ રકમ ફાળવવા રજુઆત
(પ્રતિનિધિ)બાયડ , બાયડ – માલપુર બેઠક પરથી અપક્ષ વિજેતા થયેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ સરકારને ટેકો જાહેર કર્યો છે.ત્યારબાદ હવે બાયડ માલપુર ની સાથે સાથે ગુજરાત રાજ્યમાં ઠાકોર અને કોળી સમાજને સરકારની યોજનાઓનો બહોળો લાભ મળે તે હેતુ થી સરકારમાં રજુઆત કરી છે. સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા ને લેખિત માં રજુઆત કરી છે.
કે આવનાર બજેટ સત્રમાં ઠાકોર – કોળી વિકાસ નિગમમાં સમાવેશ ગરીબ સમાજને સરકાર ની યોજનાનો વધુ પ્રમાણમાં લાભ મળે તે માટે સરકાર દ્વારા ૫૦૦ કરોડ સુધી રકમ ની ફાળવણી કરવામાં આવે તેવી રજૂઆતસાથે માંગ કરી છે.આ સાથે તેમને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ને પણ આ બાબતે મૌખિક ચર્ચા કરી છે.