Western Times News

Gujarati News

ભૂપેન્દ્ર ઝાલાના સંપર્કમાં રહેલા લોકોની પણ પૂછપરછ કરાશે: 6000 કરોડનું કૌભાંડ

કરોડોનું ફુલેકું ફેરવનાર બીઝેડ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો-મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની ભાવિ મંગેતર PI હોવાનો ધડાકો-BZ ગ્રૂપના ભૂપેન્દ્ર ઝાલા જ્યાં રોકાયો હતો તે ફાર્મ હાઉસના માલિકની પણ ધરપકડ

(એજન્સી)મહેસાણા, બીઝેડ પોંઝી સ્કીમ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની આખરે ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમે મહેસાણા જિલ્લામાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડ્‌યો છે. ભૂપેન્દ્ર ઝાલા પર લોકોના કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવવાનો આરોપ છે, અને તેની ધરપકડથી આ કેસમાં એક મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે.

ભૂપેન્દ્ર ઝાલા ઘણા સમયથી પોલીસની પકડથી દૂર હતો અને તેની શોધખોળ ચાલી રહી હતી. આખરે સીઆઈડી ક્રાઇમને તેને મહેસાણામાંથી પકડવામાં સફળતા મળી છે. આ ધરપકડથી બીઝેડ પોંઝી સ્કીમના ભોગ બનેલા લોકોને ન્યાયની આશા જાગી છે. પોલીસ હવે ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછ કરીને આ કૌભાંડ સાથે જોડાયેલા અન્ય તથ્યો અને લોકો વિશે માહિતી મેળવશે. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં વધુ માહિતી સામે આવવાની શક્યતા છે.

નોંધનીય છે કે, આ પહેલા ભૂપેંદ્ર ઝાલાએ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જોકે આ અરજી ફગાવી દેવામાં આવી હતી. મહાઠગે અરજીમાં કોઈ કૌભાંડ આચર્યું જ ન હોવાની વાત કરી હતી અને ખોટી ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરી છે. કૌભાંડ સામે આવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી જનાર મહાઠગે હવે પોલીસ તપાસમાં સહકાર આપવાની તૈયારી બતાવી છે.

કોર્ટ જે શરતોએ આગોતરા જામીન આપે તે શરતો પાળવા પોતે તૈયાર છે તેથી આગોતરા જામીન આપવા જોઈએ તેવી રજૂઆતો કરી છે. ગ્રામ્ય કોર્ટે તપાસ અધિકારી અને સરકારી વકીલને નોટિસ પાઠવી છેઅને આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. તપાસ અધિકારી આરોપીની જામીન અરજી સામે એફિડેવિટ ફાઈલ કરશે.

મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ ફરિયાદ ન નોંધાવવા રોકાણકારોને મેસેજ કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે. પીડિતોને પોલીસ ફરિયાદ ન કરવા મેસેજ કરનાર તત્વો સામે મદદગારી બદલ કાર્યવાહી કરાશે. પોલીસ પાસે જશો તો પૈસા નહી મળે તેવી ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટો સોશલ મીડિયામાં અફવા ફેલાવી રહ્યા છે.

આવા તત્વોને પકડવા માટે પોલીસ કાર્યવાહી શરૂ કર્યાનું સીઆઈડી ક્રાઈમે ચેતવણી આપી છે. સીઆઈડી ક્રાઈમને ભૂપેન્દ્રસિંહની કુલ ૨૨ સંપત્તિ મળી આવી છે. જેને ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરાશે. સીઆઈડી ક્રાઈમે રોકાણકારોને અપીલ કરી છે કે, તેઓ એજન્ટ અથવા ભૂપેન્દ્રસિંહની માહિતી આપે.

એસટીના કલાર્ક નિરંજન શ્રીમાળીનો પર્દાફાશ કર્યો હતો. મહાઠગ ભૂપેન્દ્ર તો ત્રણ વર્ષમાં ડબલની લાલચ આપતો હતો. જ્યારે મહાઠગ નિરંજન શ્રીમાળી તો માત્ર ૨૦૦ દિવસમાં લોકોને ડબલની લાલચ આપી છેતર્યા હતાં. હવે એબીપી અસ્મિતાએ મહાઠગ નિરંજનનો પર્દાફાશ કરતા જ પોલીસે ફરિયાદ નોંધી છે. સરકાર વતીથી પોલીસ ઈન્સ્પેક્ટર પાલભાઈ ભરવાડ ફરિયાદી બન્યા છે અને ૩૯ લાખ ૧૮ હજાર ૫૦૦ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધી છે.

નોંધનીય છે કે નિરંજને પણ કરોડો રૂપિયાની ઠગી કરી છે. નિરંજને પ્રથમ ડ્રો સિસ્ટમ શરૂ કરી હતી. જેમાં લોકોને લૂંટવાની માસ્ટરી કેળવી હતી. ત્યારબાદ સીધા જ લોકોને ડબલની લાલચમાં ફસાવી કરોડો રૂપિયા વસૂલી લીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.