23 હજાર પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી પોલીસે બીઝેડ ગ્રુપ કેસમાં

૧૧ હજારથી વધુ લોકો સાથે પોન્ઝી સ્કીમમાં ઠગાઈ થઈ હતી
મોડાસા, વર્ષ ર૦ર૪માં સમગ્ર ગુજરાત રાજયમાં ખૂબજ ચર્ચાસ્પદ બનેલ બીઝેડ કૌભાંડને કારણે સમગ્ર રાજયમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે સીઆઈડીએ તપાસ કર્યા બાદ કેટલાક લોકો સામે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. જે આધારે ૧૬ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે ત્યારે વિધાનસભા બજેટ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકાર એ આ મામલે રૂ.૪રર કરોડની છેતરપિંડી થઈ હોવાનો એકરાર કર્યો છે. BZ group modasa gujarat ponzy scheme
આ બેઝેડ ફાયનાન્સ કૌભાંડના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા અને તેમના મળતીયા સાગરીતોએ ભેગા મળી એજન્ટો મારફતે લોભામણી લાલચો આપીને કરોડો રૂપિયા ઓહિયા કર્યા બાદ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જે આધારે સીઆઈડી ક્રાઈમે હિંમતનગર, મોડાસા, રણાસણ, ગાંભોઈ સહિત તપાસ કર્યા બાદ તારણ કાઢયા મુજબ ૧૧ હજારથી વધુ લોકો સાથે છેતરપિંડી થવા પામી છે.
આ બીઝેડ ગ્રુપના કરોડો રૂપિયાના કૌભાંડીઓના જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટે નામંજૂર કર્યા છે. કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. આ પ્રકરણમાં ર૩ હજારથી વધુ પાનાની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય સેસન્સ કોર્ટમાં ફાઈલ કરી છે.