Western Times News

Gujarati News

બીઝેડ કૌભાંડઃ ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનાર ઝડપાયો

મહેસાણા, ગુજરાતમાં કરોડોનું કૌભાંડ કરનાર છેલ્લા એક મહિનાથી ફરાર બીઝેડ ગ્રૂપના ભુપેન્દ્ર ઝાલાને સીઆઇડી ક્રાઈમે મહેસાણાથી દબોબ્ચો છે. સીઆઇડી ક્રાઈમે ભુપેન્દ્ર ઝાલાને શરણ આપનારને પણ દબોચ્યો છે. મહેસાણાના દવાડા નજીક તેના જ ફાર્મ હાઉસ ઉપરથી ઝડપાઈ ગયો છે.

ભવાની સેના ગુજરાત અધ્યક્ષ એવા કિરણસિંહ ચૌહાણને પણ તેને આશરો આપવા બદલ તેના જ ફાર્મ હાઉસ ઉપરથી દબોચી લીધો છે. સીઆઇડી ક્રાઈમે ભુપેન્દ્ર ઝાલા બાદ કિરણસિંહ ચૌહાણની અટકાયત કરી છે. કિરણસિંહ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં સામેલ છે કે કેમ તેની તપાસ થશે.

ભૂપેન્દ્ર ઝાલાની મદદગારી બદલકિરણસિંહની ધરપકડ થઈ શકે છે. હાલમાં કિરણસિંહની ક્રાઈમ બ્રાન્ચે શરણ આપવા બદલ અટકાયત કરી છે. જણાવી દઈએ કે, કિરણસિંહને નેતા બનવાનો પણ ભારે અભરખો છે. કિરણસિંહ ભવાની સેના ગુજરાતના અધ્યક્ષ છે.

બીઝેડ પોન્ઝી સ્કીમમાં કિરણસિંહની સંડોવણી હોવાની સીઆઇડી ક્રાઈમને આશંકા છે. ઉલ્લેખનીય છે કે સીઆઇડી ક્રાઇમને હિંમતનગરમાં બીઝેડના નામે ચાલતા પોન્ઝી સ્કેમ અંગેની અરજી મળી હતી. જેના આધારે તપાસ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જો કે પોલીસ ફરિયાદ નોંધીને ધરપકડ કરે તે પહેલા જ ભુપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઇ ગયો હતો.

આ દરમિયાન પોલીસે તેના મુખ્ય એજન્ટ મયુર દરજી સહિત અનેક એજન્ટોની ધરપકડ કરીને ભુપેન્દ્રસિંહની ઝડપી લેવા માટે અન્ય રાજ્યોમાં પણ તપાસ કરવાની સાથે લુક આઉટ નોટિસ પણ જાહેર કરી હતી. બીજી તરફ ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થતા હવે તેની પુછપરછમાં અનેક ચોકાવનારી વિગતો સામે આવવાની શક્યતા છે.

કરોડો રૂપિયાના કૌભાંડની રકમમાંથી તેણે હિંમતનગર સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા ગ્રોમોરની ખરીદીની ડીલ કરી હતી. જે પૈકી તેણે રૂપિયા ૨૮ કરોડનો પ્રથમ હપતો પણ ટ્રસ્ટીઓને ચુકવ્યો હતો. પરંતુ, ગ્રોમોર એજ્યુકેશનની મિલકતોને ગીરવે મુકીને ૧૦ કરોડ રૂપિયા બીઝેડ ફાઇનાન્સમાં ટ્રાન્સફર કર્યા હતા. આ કેસની તપાસમાં પોલીસે ૧૦ કરોડ રૂપિયા લક્ઝુરીયસ કાર અને કરોડો રૂપિયાની મિલકતો જપ્ત કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.