Western Times News

Gujarati News

CA ફાયનલમાં અમદાવાદનાં ૫ વિદ્યાર્થીઓનો ટોપ-50 માં સમાવેશ

નવેમ્બર ૨૦૨૨માં લેવાયેલી સીએ ફાયનલ અને ઈન્ટરમિડીયેટ પરીક્ષાનાં પરિણામો જાહેર

અમદાવાદ, ધ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા નવેમ્બર ૨૦૨૨માં લેવાયેલી સીએ ફાયનલ અને સીએ ઈન્ટરમિડીયેટ પરીક્ષાનાં પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં. સીએ ફાયનલમાં ટોચનાં ૫૦માં અમદાવાદમાં ૫ વિદ્યાર્થીઓ અને સીએ ઈન્ટરમિડીયેટમાં અમદાવાદનાં ૬ વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે.

નવેમ્બર ૨૦૨૨માં લેવાયેલી સીએ ફાયનલ કોર્સની પરીક્ષાનું સમગ્ર ભારતનું બંને ગ્રુપોનું પરિણામ ૧૧.૦૯ ટકા, ગ્રુપ-૧નું ૨૧.૩૯ ટકા અને ગ્રુપ-૨નું પરિણામ ૧૮.૬૧ ટકાનું છે. અમદાવાદ સેન્ટરનું સીએ ફાયનલ પરીક્ષાનું બંને ગ્રુપોનું પરિણામ ૧૫.૩૯ ટકા, ગ્રુપ-૧નું ૧૭.૨૭ ટકા અને ગ્રુપ-૨નું ૧૬.૯૫ ટકાનું છે.

સીએ ઈન્ટરમિડીયેટ કોર્સની પરીક્ષાનું સમગ્ર ભારતનું પરિણામ બંને ગ્રુપોનું ૧૨.૭૨ ટકા, ગ્રુપ-૧નું ૨૧.૧૯ ટકા અને ગ્રુપ-૨નું ૨૪.૪૪નું છે. સીએ ઈન્ટરમિડીયેટ કોર્સની પરીક્ષામાં અમદાવાદ કેન્દ્ર પરિણામમાં બંને ગ્રુપનું પરિણામ ૨૦ ટકા, ગ્રુપ-૧નું પરિણામ ૧૭.૧૭ ટકા અને ગ્રુપ-૨નું પરિણામ ૩૬.૧૩ ટકા છે.

સીએ ઈન્ટરમિડીયટ કોર્સ પરીક્ષામાં આઈસીએઆઈ અમદાવાદના ક્લાસીસનું પણ ઊંચું પરિણામ આવ્યું છે. જેમાં બંને ગ્રુપમાં ૩૦.૪૩ ટકા અને ગ્રુપ-૧માં ૧૦૦ ટકાનો સમાવેશ થાય છે.

નવેમ્બર ૨૦૨૨માં લેવાયેલી સીએ ફાયનલની પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્કીંગમાં અમદાવાદનાં વેદાંત એમ. ક્ષત્રિયએ ચોથુ, યશ કે. જૈને આઠમું, યશ ડી. વશિષ્ઠે ૧૫મું અર્પિતા એ. શર્માએ ૧૭મું અને ભાવિકા પી. શારદાએ ૪૯મું સ્થાન મેળવ્યું છે.

આઈસીએઆઈ દ્વારા નવેમ્બર, ૨૦૨૨માં લેવાયેલી સીએ ઈન્ટરમિડીયેટની પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્કીંગમાં અમદાવાદનાં નમિશ જી. શાહએ ૩૪મું, વિજય એન. આહેુજાએ ૩૬મું હરીશ એચ. સોનારાએ ૪૦મું, ખુશ્બુ મહેશ્વરીએ ૪૨મું પ્રથમ કુમાર અજમેરાએ ૪૩મું અને કાનનરાજ બી. ચૌધરીએ ૪૮મું સ્થાન મેળવ્યું છે. સીએ ઈન્ટરમિડીયેટની પરીક્ષામાં અમદાવાદ બ્રાન્ચનાં કોચિંગ લેતાં આઠ વિદ્યાર્થીઓ પણ ઉર્તીણ થયા છે.

આ વિદ્યાર્થીઓમાં અનિરૂધ્ધ કેજરીવાલ, હરિતિક બુહા, કથિત વસાવડા, રૂદ્ર બુગલી, દેવ પંચાલ, ખુશી પ્રજાપતિ, ચેતન ખરે અને કુશલ પોમલનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.