Western Times News

Gujarati News

CAAના સમર્થનમાં મોદી મેદાનમાં : ઝુંબેશ શરૂ કરાઈ

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, હાલમાં જ લાગૂ કરવામાં આવેલા નાગરિક સુધારા કાનૂનનો મતલબ નક્કી કરવામાં આવેલા શરણાર્થી લોકોને નાગરિકતા આપવા માટેનો છે. મોદીએ જારદાર વિરોધ વંટોળ વચ્ચે નવા કાયદાના સમર્થનમાં સોશિયલ મિડિયા ઝુંબેશ શરૂ કરી દીધી છે. મોદી પોતે હવે મેદાનમાં ઉતરી ગયા છે. નાગરિક સુધારા કાનૂનની સામે દેશભરમાં મચેલા ઘમસાણ વચ્ચે મોદીએ ટિવટર  ઉપર સીએએને સમર્થન આપવાના સંદર્ભમાં એક અભિયાનની શરૂઆત કરી દીધી છે. સાથે સાથે આ અભિયાનને સમર્થન આપવા લોકોને અપીલ પણ કરી છે. મોદીની આ અપીલની જારદાર અસર દેખાઈ હતી.

મોદીએ આ ઝુંબેશ છેડ્યાના કલાકો બાદ જ ટિવટર  ઉપર આ ટોપ ટ્રેન્ડ બની જતાં વિરોધ પક્ષોને મોટો ફટકો પડી ગયો છે. કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયેલ, નીતિન ગડકરીએ પણ મોદીના આ અભિયાનને આગળ વધારીને  ટિવટર  કર્યા છે. મોદીએ ઈન્ડિયા  સપોર્ટ સીએએ ટિવટ  કરીને લખ્યું છે કે, સીએએ અત્યાચારનો સામનો કરી ચુકેલા શરણાર્થી લોકોને નાગરિકતા આપે છે.

કોઇની નાગરિકતા આંચકી લેવા સાથે સંબંધિત આ બિલમાં કોઇપણ પ્રકારની જાગવાઈ નથી. વડાપ્રધાને પોતાના ટિવટરમાં  લખ્યું છે કે, નમો એપના વોલિન્ટિયર  મોડ્યુઅલના વાઇસ સેક્શનમાં રસપ્રદ કન્ટેઇન્ટ, ગ્રાફિક્સ અને અન્ય ચીજાને ધ્યાનમાં લઇને આ હેસટેગને જાવાની જરૂર છે. મોદીએ પોતાના ટિવટરમાં લખ્યું છે કે, આ હેસટેગ મારફતે સીએએના સમર્થનમાં લોકો આગળ આવે તે જરૂરી છે. સીએએને લઇને કોંગ્રેસ, ટીએમસી સહિત તમામ પક્ષો મેદાનમાં ઉતરેલા છે. વિપક્ષી દળો જારદાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

પાટનગર દિલ્હી, ઉત્તરપ્રદેશ, બંગાળ, બિહાર, આસામમાં આ એક્ટના વિરોધમાં જારદાર પ્રદર્શન થઇ ચુક્યા છે. ઉત્તરપ્રદેશમાં વ્યાપક હિંસામાં હજુ સુધી ૧૯ લોકોના મોત થઇ ચુક્યા છે. આસામમાં પાંચ લોકોના મોત થયા છે. દિલ્હીમાં પણ આગ અને તોડફોડની વ્યાપક ઘટના થઇ ચુકી છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો દ્વારા આ એક્ટને પરત લેવાની માંગ કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.