CAA ના સમર્થનમાં મોડાસામાં જનસમર્થન રેલી : બજાર ૧ કલાક સજ્જડ બંધ
સિટીઝનશીપ એમેડમેન્ટ એક્ટ (CAA ) અને નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) હાલ અરવલ્લી જીલ્લામાં હોટ ટોપિક છે અરવલ્લી જીલ્લા નાગરિક જાગરણ સમિતિએ સિટીઝનશીપ એમેડમેન્ટ એક્ટ (સી.એ.એ) ને આવકારવા અને સમર્થનમાં મોડાસા શહેરમાં કલ્યાણ ચોકથી ભવ્યાતિભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હિંદૂ સંગઠનો સાથે જોડાયેલા પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સી.એ.એ જનસામર્થનમાં મોડાસા શહેરના વેપારીઓએ ૧ કલાક સજ્જડ બંધ રાખી રેલીમાં જોડાયા હતા જનસમર્થન રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો
અરવલ્લી જીલ્લા નાગરિક જાગરણ સમિતિએ મોડાસા શહેરમાં સિટીઝનશીપ એમેડમેન્ટ એક્ટ (સી.એ.એ) ને આવકારવા જનસમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મોડાસા શહેરના કલ્યાણ ચોકથી ડી.જે સાથે “ભારત માતા કી જય” ના નારા સાથે બસ સ્ટેન્ડ વિસ્તાર થઈ ચાર રસ્તા સુધી ભવ્યાતિભવ્ય રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવક-યુવતીઓ અને હિન્દૂ સંગઠન સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા સિટીઝનશીપ એમેડમેન્ટ એક્ટ (સી.એ.એ) ને મોડાસા શહેરના વેપારીઓએ ૧ કલાક ધંધા-રોજગાર બંધ રાખી જનસમર્થન રેલીને સમર્થન આપ્યું હતું મોડાસા ટાઉન પોલીસ અને જીલ્લા પોલીસતંત્રએ મોટી સંખ્યામાં રેલી સ્થળે અને રેલીના રૂટ પર પોલીસ કાફલો ખડકી દીધો હતો જનસમર્થન રેલીનું શાંતિપૂર્ણ માહોલમાં સમાપન થતા પોલીસતંત્ર અને વહીવટી તંત્રે હાશકારો અનુભવ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે,અરવલ્લી જીલ્લા નાગરિક જાગરણ સમિતિના નામે સિટીઝનશીપ એમેડમેન્ટ એક્ટને સમર્થન માટે મંગળવારે રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાની પત્રિકા શનિવાર બપોર બાદ સોશ્યલ મીડિયામાં ફરતી થઈ હતી બીજી તરફ રવિવારે સાંજે પોલીસતંત્રએ પણ આવી કોઈ રેલીને મંજૂરી આપવામાં આવી નથી ની પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાઈરલ થયા પછી સોમવારે મોડાસા ટાઉન પોલીસ પાસે મજૂરી માંગવામાં આવતા બપોર પછી રેલીને મજૂરી આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં જનસમર્થન રેલીમાં ઉમટ્યા હતા