CAA: અરવલ્લીના નાગરિકો દ્વારા વડાપ્રધાનને લખાયેલાં 22500 પોસ્ટ કાર્ડ એકસાથે પોસ્ટ કરાયા
નાગરિક સંશોધન કાયદો 2019ના સમર્થનમાં
મોડાસા: અરવલ્લી જિલ્લાના નાગરિકો દ્વારા નાગરિક સંશોધન કાયદો 2019ના સમર્થનમાં જિલ્લાના નાગરિકો દ્વારા વડાપ્રધાનને અભિનંદનના માટે જિલ્લાના 693 ગામોના 25211 પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો દરમિયાન નાગરિકો દ્વારા 22500 પત્રો લખવામાં આવ્યા હતા.આ લખાયેલાં 22500 પોસ્ટ કાર્ડ એકસાથે પોસ્ટ કરાયા હતા.મોડાસાની મુખ્ય પોસ્ટ ઓફિસે જઈને જિલ્લા પ્રમુખ રણવીસિંહ ડાભીની આગેવાનીમાં કાર્યકરોએ આ તમામ પોસ્ટ કાર્ડ એક સાથે પોસ્ટ કરવામાં આવ્યા હતા.
એક સાથે તમામ પોસ્ટકાર્ડ પોસ્ટ કરતા અગાઉ જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે પ્રમુખ રણવીસિંહ ડાભી અને મહામંત્રી શામળભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન થતા તેમાં જિલ્લાના હોદ્દેદારો, તાલુકા મંડલો,શહેર મંડળોના હોદ્દેદારો, જિલ્લા મોરચા સહિતના, જે તે તાલુકાના પ્રમુખ -મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જેમાં નાગરિક સંશોધન કાયદો 2019 અન્વયે હાથ ધરાયેલ જનજાગૃતિ અભિયાનના ઇન્ચાર્જ એસ.એમ.ખાંટ, સહ ઇન્ચાર્જ ગુણવંતભાઈ ત્રિવેદી, ભાજપના ઉપપ્રમુખ કાળુભાઇ , ઉપપ્રમુખ નીલાબેન મોડિયા,પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર,જિલ્લા કોષાધ્યક્ષ ગુલાબચંદ પટેલ, જિલ્લા કન્વીનર પ્રભુદાસ પટેલ,યુવા મોરચા પ્રમુખ પ્રશાંત પટેલ,મહિલા મોરચા પ્રમુખ જલ્પાબેન,પાલિકા પૂર્વ પ્રમુખ વનીતાબેન પટેલ, અનુ.જાતિ મોરચાના અધ્યક્ષ દિનેશભાઇ પરમાર ,મોડાસા સહિત તમામ 6 તાલુકાના અને બે શહેર મંડલના તમામ અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.