Western Times News

Gujarati News

CAA ઈફેકટ: બાંગ્લાદેશી ઘૂસણખોરો પરત જવાની ફીરાકમાં

Files Photo

કોલકાતા: દેશમાં સીએએ લાગુ થયા બાદ દેશમાં રહેતા ગેરકાયદેસર અપ્રવાસી બાંગ્લાદેશી ઘૂસણખોરો હવે ભારત છોડીને ગુપ્ત રસ્તે પલાયન કરવાની ફિરાકમાં છે. હાલ અત્યાર સુધી લગભગ હજારોની સંખ્યામાં પકડાયેલા આ અપ્રવાસી બાંગ્લાદેશી, પશ્ચિમ બંગાળના જિલ્લા ઉત્તર ૨૪ પરગણાના બોનગાવ સાથે જોડાયેલી પેટ્રાપોલ બોર્ડરથી પલાયન કરી રહ્યાં હતાં. જેમાં બાળકો, વૃદ્ધો, સહિત મહિલાઓ પણ સામેલ છે. મોટાભાગના બાંગ્લાદેશી દક્ષિણ ભારત અને ઉત્તર પૂર્વ ભારતથી પલાયન કરીને ચોરી છૂપે બાંગ્લાદેશ ભાગી રહ્યાં હતાં.


પરંતુ હવે સીમા સુરક્ષાદળે તેમને પકડીને પોલીસને સોંપી દીધા છે. હવે તેમના પર કેસ ચાલી રહ્યો છે અને પછી બંગાળની જેલોમાં મોકલવામાં આવી રહ્યાં છે. ઢઈઈ મીડિયાએ જ્યારે બોર્ડર પાર કરનારા લિંકમેન સાથે વાત કરી તો ખબર પડી કે છેલ્લા ૩ મહિનામાં ૧૦ હજારથી ૧૨ હજાર અપ્રવાસી ઘૂસણખોર બાંગ્લાદેશી ભારત છોડીને પલાયન કરી ચૂક્યા છે. આ બધા પેટ્રાપોલે, બશીરહાટ, ભૂજા ડાંગા અને અંગ્રેલ બોર્ડરથી ચોરી છૂપે બોર્ડર પાર કરે છે. એક ઘૂસણખોરને બોર્ડર પાર કરવાની કિંમત ૫૦૦૦થી ૬૦૦૦ રૂપિયા છે. કેરળ, બેંગ્લુરુ, દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિત અને રાજ્યોથી ઘૂસણખોર બાંગ્લાદેશીઓ પાછા બાંગ્લાદેશ જવા માટે પલાયન કરીને અહીં આવે છે.

મોટાભાગના ઘૂસણખોરો રોજીરોટીની શોધમાં બાંગ્લાદેશમાંથી ભારત આવ્યાં હતાં જેવું દેશમાં ઝ્રછછ લાગુ થયું કે તેમને ખબર પડી ગઈ કે હવે બાંગ્લાદેશ પાછા ફર્યા સિવાય તેમની પાસે કોઈ ઉપાય નથી. પકડાયેલા ઘૂસણખોરોમાં બાંગ્લાદેશ બાગેરહાટ જિલ્લામાં રહેતા ‘શમીમ’એ જણાવ્યું કે બેંગ્લોરથી લગભગ ૧૦૦ લોકો અમે બાંગ્લાદેશ પાછા ફરવા માટે ૫ દિવસ પહેલા નીકળ્યા અને પછી પકડાઈ ગયા. અમે બધા કચરો ઉઠાવવાનું કામ કકરતા હતા અને તેનાથી અમે મહિને ૧૦ હજારથી ૧૫ હજાર રૂપિયા કમાઈ લેતા હતાં. અમને કહેવાયું કે પાછા ફરતા જો અમે પકડાયા તો અમને વર્ષો જેલમાં રહેવું પડશે.

બોનગાવ કોર્ટના પબ્લિક પ્રોસિક્યુટર સમીર દસે જણાવ્યું કે લગભગ ૫૦૦થી વધુ અપ્રવાસી ઘૂસણખોર બાંગ્લાદેશીઓને બીએસએફે છેલ્લા ત્રણ મહિનામાં પકડીને પોલીસને સોંપી દીધા. તેમની પાસે ન તો કોઈ પાસપોર્ટ નથી કે કોઈ દસ્તાવેજ નથી. તેમના પર ગેરકાયદેસર રીતે ભારતમાં રહેવાનો કેસ કરીને કોલકાતાના પ્રેસીડેન્સી જેલ કે ડમડમ સેન્ટ્રલ જેલ મોકલવામાં આવી રહ્યાં છે. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.

દેશમાં દર વર્ષે લાખોની સંખ્યામાં ગેરકાયદેસર રીતે અપ્રવાસી ઘૂસણખોર બાંગ્લાદેશીઓ ભારતમાં દાખલ થાય છે તો તેમને રોકવા માટે સીએએ એક માત્ર રસ્તો છે? આ બાજુ તૃણમૂલ કોંગ્રેસના બોનગાવ મ્યુનિસિપાલટીના ચેરમેન શંકર અદ્ધયાનું કહેવું છે કે ભાજપ અને તેમના કાર્યકરો જે રીતે બંગાળીઓનું પોતાના રાજ્યમાં ઉત્પીડન કરી રહ્યાં છે જો તેઓ બંગાળી છે તો બાંગ્લાદેશી છે એમ કહીને લોકોને ત્યાંથી ભાગવા પર મજબુર કરી રહ્યાં છે, અને જ્યાં સુધી અપ્રવાસી ઘૂસણખોર બાંગ્લાદેશીઓનો સવાલ છે તો પ્રશાસન તેના પર લાંબા સમયથી નજર રાખી રહ્યાં છે તેઓ તેમના પર કાયદેસર કાર્યવાહી કરી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.