CAA ના વિરોધમાં મોડાસાના મુસ્લિમ સમાજનો જનતા કર્ફ્યુ
મોડાસા શહેરમાં CAA અને NRC ના વિરોધમાં અરવલ્લી મુસ્લિમ કો-ઓર્ડિનેશન કમિટી,મોડાસા દ્વારા આપવામાં આવેલ બંધના એલાન બાદ મુસ્લીમ પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધમાં જોડાયા હતા.બજારમાં જનતા કર્ફ્યુની અસર જોવા મળી હતી મોડાસા શહેરના લઘુમતી સમાજના તમામ લોકોએ ઘરની અંદર રહી રોજા રાખી વિરોધ નોંધાવ્યો હતો પોલીસતંત્ર એ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો
નાગરિક કાયદાના સમર્થનમાં નાગરિક જાગરણ સમિતિ અરવલ્લી દ્વારા શહેરમાં વિશાળ રેલી યોજી હતી બાદમાં અરવલ્લી મુસ્લિમ કો-ઓર્ડિનેશન કમિટી,મોડાસા દ્વારા શુક્રવારે સ્વંયભૂ બંધ અને જનતા કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું હતું અને સોશ્યલ મીડિયામાં પત્રિકાઓ ફરતી થઈ હતી જે સંદર્ભે મોડાસા શહેરમાં આવેલી તમામ લઘુમતી સમાજની દુકાનો બંધ રહી હતી
મખદૂમ ચોકડી, કોલેજ રોડ ,માર્કેટયાર્ડ વિસ્તાર,સહીત લઘુમતી વિસ્તારમાં જનતા કર્ફ્યુ અને સજ્જડ બંધ જોવા મળ્યો હતો દેશના કેટલાક ભાગમાં જ્યારે હિંસક આંદોલન થઈ રહ્યા છે ત્યારે મોડાસા શહેરમાં મુસ્લીમ સમાજે શાંતીપૂર્ણ બંધ પાળીને સમગ્ર દેશના મુસ્લીમ સમાજને ઉદાહરણ પુરુ પાડ્યું છે નગરની શાંતી અને ભાઈચારાને બરકરાર રાખવાનો સરાહનીય પ્રયાસ જોવા મળ્યો હતો
મુસ્લિમ સમાજના અગ્રણીઓ જણાવ્યું હતું કે, કાયદાની જોગવાઈઓ જોતા જો નવી સીટીઝનશીપ આપવામાં આવે તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વિમુક્ત વિચરતી જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિના મુસ્લિમ અને હિન્દુ સમાજના લોકોને પણ મળતા તેઓના અગાઉના, નોકરીના તેમજ તેમની જમીનના લાભો પણ ઝૂંટવાઈ જાય તેમ છે. તે અંગે કોઇ પણ જાતનો ખુલાસો આ કાયદામાં કરવામાં આવેલ નથી. તેમ જોતા આ કાયદો ફક્ત મુસ્લિમોને જ નહિ પરંતુ દેશની ૭૦% આબાદી ધરાવતાં હિન્દુ સમાજ ના લોકોનું પણ આ કાયદાથી અધ:પતન થાય તેવી પરિસ્થિતિ સર્જાય તેમ છે.