CAA ના સમર્થનમાં બાયડમાં કેન્ડલ માર્ચ યોજાઈ : હસ્તાક્ષર અભિયાન હાથધરી સમર્થન
સિટીઝનશીપ એમેડમેન્ટ એક્ટ (CAA ) અને નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) હાલ અરવલ્લી જીલ્લામાં હોટ ટોપિક છે અરવલ્લી જીલ્લામાં સિટીઝનશીપ એમેડમેન્ટ એક્ટ ના સમર્થનમાં વિવિધ રેલી યોજી લોકો સમર્થન આપી રહ્યા છે બાયડ શહેરમાં સિટીઝનશીપ એમેડમેન્ટ એક્ટ (સી.એ.એ) ને આવકારવા અને સમર્થનમાં બસસ્ટેન્ડ થી પોલીસ સ્ટેશન સુધી કેન્ડલ માર્ચ યોજી “આઈ સપોર્ટ સી.એ.એ. હસ્તાક્ષર અભિયાન હાથધરવામાં આવ્યું હતું
શુક્રવારે સાંજે, બાયડ શહેરમાં સિટીઝનશીપ એમેડમેન્ટ એક્ટ (સી.એ.એ) ને આવકારવા પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ની આગેવાની હેઠળ બાયડ બસસ્ટેન્ડ થી રાષ્ટ્રધ્વજ સાથે ત્રિરંગા રેલી સાથે કેન્ડલ માર્ચ માં “સી.એ.એ કા સમર્થન કૌન કરેગા સારા હિન્દુસ્તાન કરેગા” “વંદે માતરમ” અને “ભારત માતા કી જય” ના નારા સાથે પોલીસ સ્ટેશન સુધી જનસમર્થન કેન્ડલ માર્ચ યોજી હતી જેમાં મોટી સંખ્યામાં બાયડ શહેરના અગ્રણીઓ અને નગરજનો જોડાયા હતા જનસમર્થન કેન્ડલ માર્ચ પછી “આઈ સપોર્ટ સી.એ.એ. હસ્તાક્ષર અભિયાન હાથધર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ હસ્તાક્ષર કરી અમે સીએએ ના કાયદાને આવકારીએ છીએ નું લખાણ લખ્યું હતું બાયડ પોલીસે કેન્ડલ માર્ચ માં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો