CAA સમર્થનમાં અરવલ્લીમાંથી વડાપ્રધાનને અભિનંદનના 21 હજાર પત્રો લખાશે
મોડાસા જિલ્લા ભાજપ કાર્યાલયે તમામ મંડલોની સમિક્ષા બેઠક યોજાઈ
અરવલ્લી:અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે આજે જિલ્લા ભાજપ કાર્યાલયે સીએએના CAA સમર્થનમાં સમગ્ર અરવલ્લી જિલ્લામાંથી વડાપ્રધાનને આ કાનૂન લાવવા બદલ અભિનંદન પાઠવતા 21 હજાર જેટલા પત્રો જિલ્લામાંથી લખાશે.
આ સંદર્ભમાં આજરોજ મોડાસા જિલ્લા ભાજપ કાર્યાલયે જિલ્લાના 6 તાલુકા અને બે શહેર મંડલ મળી 8 મંડલોના મોરચા સેલના હોદ્દેદારો તથા અપેક્ષિત કાર્યકર્તાઓની સમિક્ષા બેઠક જિલ્લા મહામંત્રી શામળભાઈ પટેલ અને એસ.એમ.ખાંટની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં શ્રી ભીખાજી ડામોર, ગુણવંતભાઇ ત્રિવેદી, મફતભાઇ પટેલ ,જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ,બક્ષીપંચ મોરચા પ્રમુખ ભીખાજી ડામોર,મોડાસા પાલિકા પ્રમુખ વનીતાબેન પટેલ સહિત આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં મહામંત્રી શામળભાઈ પટેલ દ્વારા વિગતે આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં આગામી દિવસોમાં CAA કાયદા અંતર્ગત જિલ્લામાં જનજાગૃતિ અંગે સંપર્ક અભિયાન માં પ્રદેશ જિલ્લા તથા મંડલ ના હોદ્દેદારો ધ્વારા પત્રિકા વિતરણ કરી નાગરિકતા સંશોધન કાયદા અનુસંધાને સમજ આપવા માટે બેઠકો કરવા અને જનજાગૃતિ ના કાર્યક્રમો કરવા જણાવાયું હતું.