CAA હિંસા પાછળ દેશ વિરોધી તાકાતોનો હાથ

નવીદિલ્હી: ઉત્તરપ્રદેશમાં નાગરિક સુધારા કાનૂનના વિરોધ પાછળ દેશ વિરોધી તાકાતોનો હાથ હોવાની વિગતો સપાટી ઉપર આવી છે. ઇડીએ પોતાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું છે કે, હિંસા ભડકાવવા માટે આ પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇડીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ના આ હિંસા સાથે સીધા સંબંધો રહેલા છે. જે વિસ્તારોમાં સીએએના વિરોધમાં પ્રદર્શન દરમિયાન હિંસા થઇ હતી
ત્યાં પીએફઆઈના હાથ હોવાના કનેક્શન જાડાયેલા છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ૭૩ બેંક ખાતામાં ૧૨૦ કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી હતી. આ પૈસાનો ઉપયોગ દેખાવો અને વિરોધ પ્રદર્શન માટે કરવામાં આવ્યો હતો. ઇડીની તપાસમાં એવો ખુલાસો પણ થયો છે કે, ડિસેમ્બર મહિનામાં સંસદથી પાસ થઇ ચુકેલા સીએએને લઇને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં હિંસાગ્રસ્ત વિસ્તારો બિજનોર, હાપુડ, બહરાઈચ, સામલી અને દાસનામાં અનેક બેંક ખાતામાં પૈસા મોકલવામાં આવ્યા હતા.
તપાસમાં એવો ખુલાસો થયો છે કે, ૭૩ બેંક ખાતામાં આશરે ૧૨૦ કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. આ પૈસાનો ઉપયોગ વિરોધ પ્રદર્શનના ફંડિંગ માટે કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં એવી વિગતો પણ ખુલીને સપાટી ઉપર આવી છે કે, પીએફઆઈના કાશ્મીર યુનિટને ૧.૬૫ કરોડ રૂપિયા મળ્યા હતા. ઇડીએ ગૃહમંત્રાલયને આ પૈસાની લેવડદેવડના સંદર્ભમાં માહિતી આપી હતી. આ રિપોર્ટ ઉત્તરપ્રદેશ હિંસાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા પીએફઆઈના અધ્યક્ષ વસીમ અહેમદને થોડાક દિવસ પહેલા જ જામીન મળ્યા બાદ સપાટી ઉપર આવ્યો હતો. નવી વિગતો હજુ પણ ખુલી રહી છે.
બીજી બાજુ ઉત્તરપ્રદેશ પોલીસ વસીમની સામે મજબૂત પુરાવા એકત્રિત કરવામાં નિષ્ફળ રહી છે. જા કે, વસીમને આ હિંસા માટે માસ્ટરમાઇન્ડ તરીકે ગણવામાં આવે છે. આ રિપોર્ટ સપાટી ઉપર આવ્યા બાદ ભાજપે કહ્યું છે કે, આ મામલાની તપાસ થવી જાઇએ. ભાજપના નેતા અને કેન્દ્રીયમંત્રી રવિ શંકર પ્રસાદે કહ્યું છે કે, જા કોઇ ખાસ દિવસે આ નાણાંકીય લેવડદેવડ થઇ છે તો તેમાં તપાસ થવી જાઇએ.
સીએએને લઇને દેશના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો છે. સંસદમાં બિલ પસાર થઇ ગયા બાદ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ રાષ્ટ્રીય સુધારા કાનૂન બની ચુક્યું છે. હવે દેશભરમાં કેટલાક ભાગોમાં વિરોધ જારી છે. નાગરિક સુધારા કાનૂન (સીએએ)ની સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણ આપવાના મામલામાં જવાહરલાલન નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ના વિદ્યાર્થી નેતા શરજીલ ઇમામની ધરપકડ કરવા ચારેબાજુ દરોડા પાડવામાં આવી રહ્યા છે. શરજીલ સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
બિહારમાં તેના આવાસ પર દરોડા પાડવામા ંઆવ્યા બાદ શરજીલની માતાએ કહ્યું છે કે, તેનો પુત્ર કોઇ ચોર નથી. તેના પરિવારને હેરાન કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. શરજીલની માતાએ કહ્યું છે કે, તેમના પરિવારના લોકોની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. બીજી બાજુ શરજીલની ધરપડ કરવા માટે પોલીસ ઉપર દબાણ આવી રહ્યું છે. પોલીસે બિહારના જેહાનાબાદ જિલ્લામાં સ્થિત તેના આવાસ ઉપર દરોડા પાડ્યા છે જ્યારે માતા દ્વારા ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે જે ફરાર છે તે ટૂંક સમયમાં જ આવી જશે.
શરજીલ કોઇ ચોર નથી. જેહાનાબાદ પોલીસે માહિતી આપતા કહ્યું છે કે, કેન્દ્રીય તપાસ સંસ્થા એનઆઈએની ટીમે શરજીલની ધરપકડ માટે જેહાનાબાદના કાકો સ્થિત આવાસ ઉપર દરોડા પાડ્યા છે. સભ્યોની પુછપરછ પણ થઇ રહી છે. જા કે, દરોડા પહેલા જ શરજીલ ફરાર થઇ ગયો હતો.